Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી જિન તીર્થ દર્શન ].
મંદિર સુંદર તથા પ્રાચીન છે. મંદિરમાં મૂળ નાયક શ્રી નેમનાથ સ્વામીની શ્યામવર્ણ ભવ્ય પ્રતિમાજી છે. બીજી ત્રેવીસ પ્રતિમાજી પણ છે. બધી પ્રતિમાજી પ્રાચીન સમયની છે.
અન્ય જન મંદિરો –-આ બધી ટુક ઉપરાંત બીજાં પણ કેટલાંક જૈન મંદિરે અહિ આજેય પણ વિદ્યમાન છે. સંપ્રતિરાજાની ટુકની ઉત્તરે શ્રી સંભવનાથ સ્વામીનું મંદિર તેમજ સગરામ સોનીની ટુંકની બાજુમાં શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું મંદિર, તેમ જ અહિંથી આગળ જતાં નવા કુંડ આગળ ૨૪ તીર્થકરેની દેરીઓ જે અધુરી "છે. આ સિવાય શ્રી શાન્તિનાથજીનું દેરાસર છે. આ દહેરાસરની પાસે શ્રી રાજુમતીની ગુફા તથા શ્રી શાન્તિનાથ સ્વામીનું દહેરાસર છે. જેને જીર્ણોદ્ધાર જોરાવર મલજીએ કરાવે છે. ત્યાંથી આગળ જતાં ચૌમુખજીનું ચેરીવાળું દહેરાસર છે. જેમાં મુળનાયક શ્રી શામળા પાર્શ્વનાથ સ્વામી છે. ત્યાંથી દૂર જતાં ગૌમુખી ગંગા આવે છે ત્યાં ચોવીશ તીર્થકરોનાં પગલાં છે. જેમાં સ્પષ્ટ અક્ષરમાં પ્રભુજીના નામે લખેલા છે. ત્યાંથી જમણી બાજુ એ ચઢતાં રહેનેમિનું મંદિર આવે છે આજે જૈનોની નિર્બળતાથી ગૌમુખી આગળનાં પગલાંઓ જનેતરના હાથમાં જતાં રહ્યાં છે.
ગજ પદ કુંડ –આ કુંડ ગિરનારજીના પર્વત પર આવેલ છે, શ્રી કૃષ્ણ વાસુદેવ જે વખતે ગજપદ કુંડે આવ્યા, તે વખતે તેમણે શ્રી શકેન્દ્રને પૂછયું કે, “આ કુંડનું નામ ગજપદ કુંડ કેમ પડ્યું છે? તે સાંભળીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org