Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
[ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન
પ્રતિમાજી છે. જે સંપ્રતિ મહારાજાના સમયના છે, ડાબી બાજુએ શ્રી નેમિનાન સ્વામીની પ્રાચીન પ્રતિમાજી છે. ચેકમાં માટી પ્રદક્ષિણામાં પ્રતિમાજી તથા પગલાઓ છે. તેમાં મૂળ નાયકનાં મોટાં પગલાં છે. દરવાજા બહાર જમણી બાજુએ શ્રી અંબિકા દેવીની મૂર્તિ છે. ટૂંકમાં ઉત્તર તરફ શ્રી અદબજી-શ્રી ઋષભદેવ સ્વામીની ભવ્ય મૂર્તિ છે સામે ચાર બાજુ ચાર અને વચમાં એક એમ પાંચ મેરૂનું મંદિર છે. આ પાંચે મેરૂમાં ચૌમુખજીની પ્રતિમાજી બિરાજમાન છે.
માનસંગ ભેજરાજની દુક – શ્રી નેમનાથ સ્વામીના ટુંકના દરવાજા સામે શ્રી માનસંગ ભેજરાજની ટુંક છે. તેમાં એક મંદિર છે. મૂળનાયક શ્રી સંભવનાથ સ્વામી બિરાજમાન છે. પહેલાં ચેક આવે છે. ચાકમાં સુરજ કુંડ છે. આ કુંડ કચ્છ-માંડવીના વિશા ઓસવાળ માનસંગ શેઠે બંધાવ્યો છે. આ દહેરાસરનો જિર્ણોદ્ધાર પણ આ શેઠે કરાવેલ છે. તેથી આ ટુક માનસંગ ભેજરાજની ટુંક તરીકે પ્રસિદ્ધ થઈ છે.
મેકરવસીની ટૂંક –અદબજીના મંદિરમાંથી ડાબી બાજુના દરવાજામાં થઈ મેરવાસીમાં જવાય છે. આ મંદિરમાં સહસ્ત્ર ફણા પાર્શ્વનાથની સુંદર પ્રતિમાજી બિરાજમાન છે. તે પ્રભુજીની વિ. સં. ૧૮૫૯માં પ્રતિષ્ઠા થઈ છે. અહિં પ્રદક્ષિણામાં અષ્ટાપદ પર્વતની રચના છે આ ટુંકને જીર્ણોદ્ધાર સિદ્ધરાજના મંત્રી સજને કરાવ્યો હતે. કારણ વિગેરેમાં શિલ્પકળા આ ટુંકમાં સારી છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org