Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૮૬
શ્રી શત્રુંજ્ય સૌરભ ૧૫ શ્રી ચંદ્રપ્રભુનું દહેરૂં ૧–ગામ હાલાકડીવાળાનું સં. ૧૮૯૩ માં બંધાવેલું છે.
૧૬ શ્રી ચંદ્રપ્રભુનું દહેરૂં ૧–શેઠ નરશી નાથા કચ્છીનું સં. ૧૯૦૩ માં બંધાવેલ છે.
૧૭ શ્રી મારૂદેવીનું દહેરૂં-આ દહેરૂં ઘણું જુનું છે.
૧૮ અભિનંદનનું દહેરૂન) કચ્છી શેઠ નરશી કેશવજીએ
યાને 8 સં. ૧૯૨૧માં અંજનશલાકા અગીયારમી નવી ટુંક ) કરીને બંધાવેલ જેનું મુહૂર્ત બરાબર નહીં હોવાથી એકઠા થયેલ યાત્રાળુઓમાંથી અને ગામમાંથી હજારો માણસ મરણ પામ્યા હતા કે જેની લાસે ને બાળવા બળતણ પણ નહીં પહોંચી વળવાથી ગાડાંઓ ભરીને લાસે ફેંકી દેવામાં આવેલ હતી. જેથી કેસવજી નાયકને કેર” એ ઉપનામ સંજ્ઞાથી તે અંજનશલાકા ઓળખાય છે. શેઠશ્રીએ ફક્ત એક દહેરુ વિશાળ જથા છુટી રાખીને બાંધેલ તેમાં તેમના પૌત્ર શેઠ જેઠુભાઈના કારભારમાં મુનીમ વલભજી વસ્તાએ છુટી જગ્યામાં ધીમે ધીમે મુળ દહેરાને ફરતી ભમતીની દહેરીએ બંધાવી તે સામે પુંડરીકજીની સ્થાપના કરી છે. ને ફરતે કિલ્લે કરી નવી ટુંક બંધાવવાને ભાગ્યશાળી તેઓ થયા ને યાત્રિકો અગીયારમી ટુંકને હર્ષોલ્લાસવડે ભેટવાને ભાગ્યશાળી બને છે. ઉપરના દહેરાં સાતે ડાબા હાથ તરફની લાઈન ઉપરનાં છે. હવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org