Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૭ મું
સિદ્ધવડ-તેનું પ્રિયસ્થાન જેવાનું નક્કી કર્યું. ત્યાં તેણે જે વૃક્ષ ઉપર તે પહેલાં રહેતો હતો તે બતાવ્યું અને અમારા બધાના આશ્ચર્ય વચ્ચે તેને મુનિરાજશ્રી મેહનવિજયજીએ પૂછયું કે–આ સિદ્ધવડમાંથી બીજી કોઈ જગ્યાએ નહિ પણ જયપુરમાં ઢઢ્ઢાજીને ત્યાં જ તે જન્મ લેવાનું કેમ પસંદ કર્યું? આના જવાબમાં તે બાળકે મારા તરફ ફરીને જણાવ્યું કેજ્યારે તમે અને મા સાહેબ અહીં યાત્રા કરવા આવ્યા ત્યારે મા સાહેબે મને જોઈને પૂછયું હતું કે–પોપટ–પોપટ, તું મારે ત્યાં આવીશ ? ત્યારે મેં ચાંચવતી હા પાડી હતી. તે વખતે મેં તેમને ત્યાં જવાની ભાવના કરેલી.
શાંતમૂતિ મુનિમહારાજશ્રી કપૂરવિજયજી, મુનિમહીરાજશ્રી હંસવિજયજી તથા મુનિમહારાજશ્રી મોહનવિજયજીએ બાળકની બધી વાત જાણી તથા બાળક સાથે વાતે કરી જણાવ્યું હતું કે ખરેખર બાળકને જાતિસ્મરણ જ્ઞાન થયું છે કે શું?
હજારો યાત્રાળુ ભાઈ બહેને કુમારને જોવા આવતા.
આજે એ સિદ્ધરાજકુમાર ઠઠ્ઠા કલકત્તા વ્યાપારી ચેમ્બરમાં મોટા પગારથી સારા હોદ્દા ઉપર હતાં ત્યાંથી રાષ્ટ્રીય લડતના અંગે જેલ મહેલમાં હતાં. હમણાં છૂટયા છે.
કેવી અદ્દભૂત સત્યકથા! કે એ ગિરિરાજને મહિમા એક પોપટ જેવું પક્ષી, ભાવથી એકાદ બે વખત કે પાંચ દસ વખત પૂજા કરી, મનુષ્ય જન્મ પામી જાતિસ્મરણ જ્ઞાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org