Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૭ મું
તના થતી હતી. ભાવડના મૃત્યુ પછી જાવડે ધર્મભાવના ટકાવી
જીવન ગુજારતા હતા. કેઈ ગીરાજે જાવડને શત્રુંજયના ઉદ્ધાર માટે પ્રેરણા કરી. જાવડે ચઢેશ્વરી દેવીનું ધ્યાન ધર્યું. દેવી પ્રસન્ન થયાં. તક્ષશિલાથી અહંત પ્રતિમાજી લાવી, ઉદ્ધાર કરવા સૂચવ્યું. મહુવામાં આવતાં જ વહાણે આવી પહોંચ્યાં. શ્રી વાસ્વામી શત્રુંજય પધાર્યા. અનેક વિદ્ગોને હઠાવી અધિષ્ઠાયકની સહાયતાથી નવા બિંબની પ્રતિષ્ઠા કરવામાં આવી.
પણ પતિ-પત્ની ધ્વજાદંડ ચઢાવવાને પ્રાસાદના શિખર ઉપર ચઢયા, ત્યાં અપૂર્વ આહુલાદ અને આનંદમાં મગ્ન, પ્રભુની પ્રાર્થના-સ્તુતિ કરતાં કરતાં પોતાના જીવનને ધન્ય માની અપૂર્વ વિચારશ્રેણીએ ચઢી જતાં મૃત્યુ પામી દેવલેકે ગયાં.
સૂર્યકુંડને પ્રભાવ. આભાપુરના રાજા વીરસેનને ચંદ્રકુમાર નામને પુત્ર હતે. પણ અપરમાતા વીરમતીએ વિદ્વેષના કારણે સ્ત્રીચરિત્રથી કુકડે બનાવી દીધા. ચંદ્રકુમારની બીજી પત્ની પ્રેમલાલચ્છી વિમળાચળની યાત્રા કરવા આવી છે. યાત્રા કરી સૂરજકુંડ પાસે શીતળ જળ અને શીતળ પવનને આનંદ લેવા બેસે છે. કુકડાને એકાએક પૂર્વજન્મ યાદ આવ્યું, “અહે!' તિર્યંચ અવસ્થામાં સેળ સેળ વર્ષ થઈ ગયાં. કયાં મારી ગુણાવલી? કયાં મારું રાજ્ય ? ક્યાં મારા સજજન? અરે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org