Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૮ મું સુંદર વ્યવસ્થા છે. શ્રી ગાંધી ચત્રભુજ મોતીલાલ વિદ્યાલયની યેજના થઈ છે અને બેએક વર્ષમાં એક સ્વતંત્ર વિદ્યાલય શરૂ કરવામાં આવનાર છે. સંસ્થાએ આજ સુધીમાં ઘણું ઘણું વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. ગરીબ-નિરાધાર વિદ્યાર્થીઓને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. ધાર્મિક અભ્યાસ માટે શેઠ જમનાભાઈ ભગુભાઈના નામથી ધાર્મિક પાઠશાળા ચાલે છે. તેમાં હંમેશાં બધા વિદ્યાર્થીઓને એક કલાક ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે.
શ્રી સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ સમાજમાં વિધવા બહેનોની કરુણાજનક સ્થિતિ, સમાજમાં સ્ત્રીઓની અજ્ઞાન દશા તથા સ્ત્રી-શિક્ષણની જરૂરી આતની દૃષ્ટિએ અઠ્ઠાવીસ વર્ષ પહેલાં શ્રી હરકર બહેન તથા શ્રી સૂરજબહેને સિદ્ધાચળની પવિત્ર ભૂમિમાં આ સંસ્થાની સ્થાપના કરી છે.
આ આશ્રમમાં જન કેમની સધવા, વિધવા, કુમારિકા બહેનને દાખલ કરવામાં આવે છે. તેઓને રહેવા, જમવા, કપડાં, પુસ્તકો આદિ તમામ સગવડ તથા શિક્ષણ આપવામાં આવે છે.
અભ્યાસમાં ગુજરાતી ભાષાનું જ્ઞાન ઉપરાંત ધાર્મિક, શિવણ, ભરત, ગુંથણ, સંગીત વિગેરેનું શિક્ષણ પણ આપવા ઉપરાંત સુસંસ્કાર આપવા પ્રયત્ન કરવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org