Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૨૪
શ્રી શત્રુંજ્ય સૌરભ
તળેટી માગ–
- શત્રુજ્ય જેમ મંદિરનું નગર છે, તેમ પાલીતાણું ધર્મશાળાઓનું નગર મનાય છે. શહેરના મધ્યભાગમાંથી ધર્મશાળાઓ શરૂ થાય છે. ધર્મશાળાએથી તળેટી તરફ આગળ વધતાં પચીસ કદમ દૂર શ્રી કલ્યાણવિમળની દહેરી ઊંચા ઓટલા ઉપરની ઘુમટવાળી આવે છે, પાણીની પરબ પણ અહીં બેસે છે. વિમળગચ્છના શ્રીમાન્ મુનિરાજ શ્રી કલ્યાણવિમળ અને શ્રી ગજવિમળ મુનિરાજેને આ જગ્યાએ અગ્નિ-સંસ્કાર કરવામાં આવ્યો હતો. ઉક્ત મુનિરાજેનાં પગલાં સાથે કુલ પગલાં જેડી ત્રણ છે.
તળેટીમાં તમામ યાત્રાળુઓને ભાતું આપવાની મંગળ શરૂઆત આ મુનિરાજ શ્રી કલ્યાણવિમળના ઉપદેશથી રાય બાબુ સીતાબચંદજી નહારના દાદાએ શરૂ કરેલ છે.
રસ્તામાં બાલમંદિર અને શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ આવે છે.
રાણાવાવ
આગળ ચાલતાં રાણાવાવ આવે છે. આ વાવ સુરતનિવાસી શેઠ શ્રી ભુખણદાસ શેઠે યાત્રિકે અને પશુ આદિની તૃષા શાંત કરવા માટે બંધાવી છે. અહીં કેસ ચાલે છે અને હવાડામાં પાણી ભરાય છે. આ વાવ પાસે એક ઉંચા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org