Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૧૩ મું
૧૪૭ ત્યાંથી થેડે ઉપર ચાલતાં “નાને માનડીઓ નામને હડે આવે છે. ત્યાંથી ચેડાં પગથીયાં ઉપર ચડતાં “મેટો માનમોડીઓ’ આવે છે. ત્યાંથી થોડે દુર શાંતિવાલા રતે ત્રીજે છાલાકુંડ આવે છે. કુંડનું પાણ ઘણું નિરેગી, નિર્મળ અને ત્રિદોષ હરનારૂં, શરીરને તંદુરસ્ત બનાવનાર છે કુંડની પાગથીએ એક દહેરી વિસામે છે. તે ઉપર શેઠ અમરચંદ (મોતીશાશેઠના દિવાન) તરફથી પાણીની પરબ બેસાડેલ છે. તેની સામે એક ઝાડની નીચે ઓટલા ઉપર અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદવાળા તરફથી સાર્વજનીક રીતે પાણીની પરબ બેસાડેલી કાયમ માટેની છે. તેની પાસે નકશીવાળી રસ્તા વચ્ચે દહેરી એકમાં પગલાં જોડ ચાર છે. તે ચાર શાશ્વતા જિનનાં પગલાં છે. આ કુંડ ૧૮૭૦ ની સાલમાં બંધાવેલ છે.
શ્રી પુજ્યશ્રીની દહેરી-છાલા કુંડના માથા ઉપર એક ટેકરી ઉપર તપાગચ્છાલંકાર શ્રીમાન દેવેંદ્રસૂરિ નામા પુજ્યજી મહારાજે જગ્યા સાફ કરાવી ત્યાં કેટલાક ઓરડા બંધાવીને ધર્મની જગ્યા તરીકે રાખ્યા. તેમાં કેટલીક દહેરીએ પણ બંધાવી છે. મોટી દહેરીમાં વિજય દેવેંદ્રસૂરિજીનાં પગલાંને બીજીમાં પુરૂષાદાણી પ્રભુ શ્રી પાર્શ્વનાથજીના અધિષ્ઠાયિત કે જેઓ મંત્રબલ સાધનામાં હાજરા હજુર રહે છે તેવા ધરણેન્દ્ર અને પદ્માવતિની સુંદર મુર્તિ છે. બાકી ચૌદ દહેરીમાં જુદાં જુદાં પગલાં જેડ છે. જગ્યા ઘણી વિશાળ છે તે મળે કુંડ આકારે મનોહર એક વાવ છે. વાવને ચાર ખુણે ચાર દહેરીઓ બનાવેલ છે. તેમાં પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org