Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૧૩ મું
૧૫૮
૩૧ પદ્મપ્રભુજીનું દહે; ૧–શા કપુરચંદ પટવાનું સંવત ૧૮૬૦ માં બંધાવેલું છે. આ દહેરૂં નાનું છે. પણ શિખરથી તે છેક તળીયા સુધી તદન આરસનું જ છે.
૩૨ શ્રેયાંસનાથનું દહેરે ૧-જામનગરવાળાનું સંવત ૧૬૭૫ માં બંધાવેલું છે
૩૩-૩૪ સંભવનાથનાં દહેરાં ૨–અમદાવાદવાળાનું સંવત ૧૬૮૨ માં બંધાવેલું છે, તથા રીખવદાસ વેલજીનું એક બંધાવેલ છે.
૩૫–દિગમ્બરી દહેરૂં ૧-હુમડ લેકેનું એક દહેરૂ ગઢને લગતું આવેલું છે તે આપણા શ્વેતાંબરી સંઘે આત્મિક લાભ અને ઘણુ જેને ઉપકારનું કારણ જાણીને દિગમ્બરી લોકોને એકજ દેહરૂં બંધાવવાને જગ્યા આપી હેવાથી ડા દાયકાથી તેઓએ બંધાવેલું છે એવી રીતે મોટી ટુંક દાદાની ટુંકના વિમળવણી ભાગમાં મેટાં દહેરાં ૩૪ અને એક હુમડનું મળી પાંત્રીશ છે. તદુપરાંત ચકેશ્વરી માતાજીના દહેરાના પગથીયા સામે તીર્થ અધિષ્ઠાયિત કવદ્યક્ષ (કપર્ધિયક્ષ)ની દહેરી ૧ માં કવયક્ષની સિંદુર વરણી ભવ્ય મૂર્તિ આસ્થાવંત યાત્રાળુઓના મનવાંછીત પુરે છે. આ દહેરી ભીંતમાં હેવ થી ઘણા લેકેના અજાણપણામાં હતી તે થોડા જ વરસથી ભાવનગરવાળા શેઠ અમરચંદ જસરાજ વહેરાએ એક ઘુમટ બનાવી બારણા જાળીના જોડે છત્રી કાઢેલી હોવાથી હાલ સર્વ કેઈન જાણવામાં આવેલ છે. તેથી સંખ્યાબંધ યાત્રાળુઓ હવે દર્શન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org