Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૬૦
શ્રી શત્રુંજય સૌરભ કરવા લાગ્યા છે. વળી હાથીપળ નજદીક એક આરસની સુંદર નકશીદાર દહેરીમાં શ્રી શત્રુંજ્ય મહામ્યના કર્તા યુગપ્રધાનાચાર્ય ધનેશ્વરસૂરિજીની મૂર્તિ પગે લાગતા બે શિષ્ય સાથેની ડાં વરસથી સ્થાપના કરેલી છે, અને કુમારપાળના દહેરાંના કિલ્લા અને હાથીપાળને નાકે એક લાંબી ગલી આવેલી છે. તે સૂર્યકુંડને રસ્તે કહેવાય છે. એક વિશાળ ને ઠંડક આપનાર છત્રીવાળા વિસામા પાસે સુર્યકુંડ નામે એક કંડ છે. તેના જોડે ભીમકુંડ નામે કુંડ ઘણો વિશાળ અને પાણીથી ચીકાર ભરેલે જતાં ચક્કર આવે એ દષ્ટિએ દેખાય છે. કિલ્લાની રાંગે ત્રીજે ભ્રમકુંડ યા ઈશ્વકુંડ નામે કુંડ છે. તે ગઢની બહારના કાંઠેના એક ખુણા પર દહેરી એક પગલાંની છે. સુર્યકુંડ અને ભીમકુંડના વચ્ચે ગાળે એક ખુણે એક દહેરી બંધાવીને તેમાં શિવલિંગ સ્થાપન કરવામાં જેન લેકેએ શિવપંથના આપણે પૂજારીઓની સગવડ સાચવવા બુદ્ધિ વાપરી છે તે પ્રશંસનિય ગણાય. ત્યારબાદ કુમારપાળના દહેરાંના ઉગમણા ભાગના પછવાડે એક ટાંકુ પાણીનું વિશાળ જગ્યાથી બાંધેલું છે. ને તે ટાંક અસલ સુર્યકુંડના છેડા ઉપરનું જ આવેલું કહેવાય છે. આ ટાંકામાંથી જળ લાવી તીર્થપતિ શ્રી આદીશ્વર ભગવાનને હવણ પુજા કરવામાં આવે છે.
હાથીપળ–વિમળવશી પસાર કરતાં હાથીપોળ, આવે છે. આ પળના દરવાજે બંને બાજુ બે રંગીન મોટા કદના હાથી ચીતરેલા છે. બંને બાજુના હાથીના ઉપર ભીંતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org