Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૧૦ મું
૧૨૩.
માંથી વળાંક લેતી ગાડી જેમ આગળ વધે છે, તેમ તેમ મંદિરના નગર સમા એ તીર્થરાજ ધવલ મંદિરોથી આચ્છા દિત નજરે પડે છે અને ગગનચુંબી શિખરના સુવર્ણ કળશે આકાશમાં ચમકતા તેજસ્વી તારલા જેવા દીપી ઉઠે છે અને ભાવિક ભક્તોના કંઠમાંથી “જાત્રા નવાણું કરીએ વિમળગિરિ, જાત્રા નવાણું કરીએ ” તથા “સિદ્ધાચળ ગિરિ ભેટયા રે ધન્ય ભાગ્ય હમારા” તેમજ “સિદ્ધાચળના વાસી જિનને ક્રોડે પ્રણામ” જેવાં ગીતે સરી પડે છે અને દૂરદૂરથી જ એ ગિરિરાજને હજારો મસ્તકે પ્રણિપાત કરે છે.
સ્ટેશનની સામે જ શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળનાં ભવ્ય મકાને શેભી રહેલ છે.
પાલીતાણા સ્ટેશને દરેક ગાડીઓના ટાઈમે ઘડાગાડીએ અને બળદગાડીઓ પણ મળી રહે છે.
ટેશનથી ગામમાં જતાં શરૂઆતમાં જગતના નાકે યાત્રાળુઓને સામાન વિગેરે દેખાડવાની બહુ તકલીફ રહેતી હતી, પણ મહારાજા સાહેબને રજત મહોત્સવ પ્રસંગે જગત કાઢી નાખવામાં આવી છે, તેથી ઘણું મુશ્કેલીઓ ઓછી થઈ છે.
પાલીતાણામાં યાત્રાળુઓને માટે સગવડ અને અનુકૂળતા અને સારી સગવડતાવાળી ઘણું ધર્મશાળાઓ છે. આગળ પેઈજ ૧૨૯ માં આપવામાં આવેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org