Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૩૪
શ્રી શત્રુંજય સૌરભ જતાં વિકથાદિક પ્રમાદ સેવ નહિ. વિકથાથી પિતાનું તથા પરનું પણ બગાડે છે. તેથી હદયમાં શ્રી ગિરિરાજના ગુણનું સ્મરણ કરતા કરતા વધતા શુભ પરિણામે ઉપર ચઢવું.
૨. ધર્મનું મૂળ વિજ્ય હોવાથી નમ્રતા રાખી ચાલવું. યાત્રાર્થે જતાં દેહનું દમન કરવું. ખાસ મોટી માંદગી વિગેરે કારણ વગર “ડેડી” કરી તેમાં બેસી જવા કરતાં ખુલ્લા પગે ચાલીનેજ, બીજા કેઈને તકલીફ આપ્યા સિવાય યાત્રા કરવી. પ્રભુ પૂજા ચૈત્યવંદનાદિક વખતે પણ વિનય ગુણ વિસરી જ નહિ. સગુણ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા વિગેરેનું યથાયોગ્ય માન સાચવવા ભૂલવું નહિ
૩. તીર્થજળ પવિત્ર હોવાથી તેને ઊષ્ણ કરી કે કરાવી સ્નાન કરવા કરતાં તે શુદ્ધ જળથી જ જયણે પૂર્વક સ્નાન કરી પ્રભુ પૂજનમાં પ્રવૃત્ત થવું યુક્ત છે.
૪. યાત્રા પુજાદિકમાં ભાઈ એ તેમજ બહેને એ બરાબર પિતપોતાની મર્યાદા સાચવવા સંભાળ રાખવી, એકજ સ્થળે પૂજન વિગેરે કરતાં મર્યાદા જળવાય નહિ તે બીજા સ્થળે ભાવ સહિત પ્રભુ ભક્તિ કરી લેવી.
૫. ડુંગર પૂજા કરવા જતાં માર્ગમાંજ પગથીયાં ઉપર પુરપાદિક ચઢાવવા કરતાં ખાસ નિયમિત સ્થળોએ કે ડુંગરમાંની કોઈ અલાયદી શીલ્લા ઉપર પુષ્પાદિક ચઢાવવા યુક્ત છે, તે પ્રસંગે નજરે પડતી અશુચિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org