Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૪૨
શ્રી શત્રુંજ્ય સૌરભ સામાં યાત્રાળે ચઢવાની આજ્ઞા નથી. તેથી તેઓ ફકત જય તળેટીએ દર્શન કરી પાછા વળે છે. રમ્ય જિનાલય
ઉપર જતાં શ્રી આદીશ્વર ભગવાનનું નવ દ્વારવાળું વિશાળ રંગમંડપ તથા સુશોભિત કારીગરીવાળું રમ્ય જિનાલય છે. સામે પુંડરીક ગણધરનું દહેરૂં છે. ચારે તરફ ફરતી ૮૪ દહેરીએ છે. મૂળ દહેરાંની પાછળ રાયણ વૃક્ષ અને દાદાનાં પગલાં આવેલાં છે. આ દહેરાસર એવું મને હર છે કે પ્રત્યેક યાત્રાળુનું મન પ્રફુલ્લિત કરે છે. ત્રણ ગભારામાં દર્શન થાય છે રંગમંડપમાં આરસ અને ચીનાઈ ટાઈલ્સ સુંદર શેભે છે. ઊંચે કાચની છત આકર્ષક લાગે છે, હાંડી ગુમર પણ રંગબેરંગી ઝૂલી રહ્યાં છે. દીવાલેમાં મોટા આયના શેભામાં વધારો કરે છે.
જય તળાટીથી ગિરિરાજ ઉપર ચઢતાં ડાબી બાજુએ દહેરીમાં શ્રી અજિતનાથનાં પગલાં છે. જમણી બાજુએ છે દહેરીઓ છે તેમાં શ્રી ગૌતમસ્વામી તથા બીજા ગણધરોનાં પગલાં છે તથા શ્રી કુંથુનાથ, શ્રી નેમિનાથ અને શ્રી ધર્મ નાથનાં પગલાં છે.
આ દહેરીઓની જરા પાછળ નીચાણમાં એક ગુફા છે જેમાં હંસવાહિની સરસ્વતીની મૂર્તિ છે. નવિન પગથી–
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ગિરિરાજના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org