Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૯ મું
૧૦૫
(૧) મુખ્ય પાગ-પાલીતાણાની પાગ-જય તળાટીથી શરૂ થતા પ્રથમ રસ્તાને મુખ્ય પાગ કહેવામાં આવે છે. બાબુનું દહેરાસર, વીસામાં, દેરીઓ, કુડે વિગેરે દર્શનીય ભાગ જોતાં જોતાં સિદ્ધાચળ ઉપર જઈ શકાય છે.
(૨) શત્રુંજી નદીની પાગ-પાલીતાણામાં તળેટી રેડ ઉપર શ્રી કલ્યાણવિમળની દહેરીને જમણા પડખેના રસ્તે થઈ બે ગાઉ ઉપર શત્રુંજી નદી આવે છે. તે પવિત્ર નદીમાં ન્હાઈને ચઢતાં માર્ગમાં ભાઠી વીરડો આવે છે. ત્યાં શ્રી કષભદેવ સ્વામીની પાદુકાની દહેરી છે, ત્યાં દર્શન કરી ઉપર ચડતાં વચ્ચે એક ટેકરી ઉપર દહેરી આવે છે તે દહેરી દેવકીજીના છ પુત્રોની કહેવાય છે. - શ્રી કૃષ્ણની માતા દેવકીજીને છ પુત્રો હતા, જે બહાર ઉછર્યા હતા. છ ભાઈઓને રાસ કહેવાય છે તે આ છ ભઈ. આ છે દેવકી પુત્રોએ શ્રી નેમીશ્વર ભગવાનના મુખથી પિતાનું નિર્વાણ શ્રી સિદ્ધાચળ ઉપર થવાનું સાંભળી છએ બંધુઓ તીર્થરાજ ઉપર શત્રુંજી નદીના રસ્તાના ખાખરાવાળી ટેકરી પાસે અણસણ કરી મુક્તિપદને પામ્યા છે. તેથી અહી તેઓની દહેરી છે. પાસે રાધનપુરવાળા મસાલીઆને બંધાવેલ કુંડ છે. શત્રુંજી નદી નહાઈને ચડવાની આ પાગ છે.
(૩) રોહીશાળાની પાગ–છ ગાઉની પ્રદક્ષિણાને રસ્તે એટલે રામપળની બારીએથી જમણા હાથને રસ્તે થઈને જતાં એક દહેરીમાં શ્રી આદિનાથની પાદુકા છે તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org