Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૦૪
શ્રી શત્રુંજય સૌરભ વિશાખ શુદિ ૩–શ્રી ઋષભદેવ ભગવંતે આ અક્ષય તૃતીયાને દિવસે વરસીતપનું પારણું શ્રેયાંસકુમારના હાથે ઈશુરસવડે કરેલું હોવાથી વરસીતપના પારણાને દિવસ કહેવાય છે.
અછાઢ શુદિ ૧૪–પર્વત પરની ભૂમિને માગ વર્ષો ઋતુને લીધે જીવાકુળ થઈ જાય તેથી ચાર માસ પર્યત યાત્રાને લાભ ન લઈ શકાય તે હેતુએ લાંબા વખત સુધી દર્શનને વિરહ થવાથી યાત્રાને છેલ્લો દિવસ નક્કી થયેલ છે.
આ ઉપરાંત પિશ વદિ ૧૩ શ્રી ઋષભદેવના નિર્વાણને દિવસ, ફાગુન શુદિ ૮ શ્રી કષભદેવજી સિદ્ધાચળજી પર સમવસર્યા, ફાગુન શુદિ ૧૦ નમિ વિનમિ બે ક્રોડ મુનિ સાથે સિદ્ધિપદને પામ્યા તથા ફાલ્ગન શુદિ ૧૫ પુંડરીક ગણધર તથા પાંચ કોડ મુનિઓને અણસણને દિવસ તથા ફાલ્ગન વદિ ૮ કષભદેવજીના જન્મકલ્યાણક તથા દીક્ષાકલ્યાકની તિથિ અને વિશાખ વદિ ૬ ઋષભદેવના બિંબની પ્રતિષ્ઠાને દિન અને આસો શુદિ ૧૫ પાંચ પાંડવો વીશ કોડ મુનિ સાથે સિદ્ધિપદને પામ્યા, તેથી આ દિવસે પણ યાત્રાના મોટા દિવસો ગણું શકાય.
શ્રી શત્રુંજયગિરિની પાળે પાગ એટલે પગે ચાલીને જવાના વિધવિધ રસ્તાઓ.
ગિરિરાજની યાત્રા માટે જુદા જુદા રસ્તાઓ જાએલા છે અને તે દરેકને મહિમા વર્ણવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org