Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી શત્રુંજય સૌરભ શ્રી જિનદત્તસૂરી બ્રહ્મચર્યાશ્રમ. * આ સંસ્થાની સ્થાપના સં. ૧૯૮૨ માં બીકાનેરનિવાસી શેઠ પ્રેમકરણ મટીના પ્રયાસથી થયેલ છે. આ સંસ્થાને પિતાનું સુંદર મકાન છે, અને તેમાં થોડો ભાગ યાત્રાળુઓને ઉતરવા માટે પણ રાખવામાં આવ્યું છે. હાલ ૪૦ વિદ્યાથીએ છે. વિદ્યાથીએ હાઈસ્કૂલમાં અભ્યાસ માટે જાય છે. ધાર્મિક અભ્યાસ નિયમિત ચાલે છે. સંગીત નું શિક્ષણ પણ આપવામાં આવે છે. વાર્ષિક આઠથી દસ હજારનું ખર્ચ છે.
શ્રી જૈન સેવા સમાજ આજથી ૨૪ વર્ષ પહેલાં જિન યુવકેમાં સંગઠન દ્વારા સેવા ભાવના ખીલવવા અને સમાજ સેવાનાં કાર્યો કરવાના ઉદ્દેશથી શ્રી જૈન સેવા સમાજની સં. ૧૯૭૮ માં સ્થાપના કરવામાં આવી હતી.
આ અરસામાં તીર્થોદ્ધારક આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી પાલીતાણા પધાર્યા, અને તેઓશ્રીની પ્રેરણાથી સમાજે સ્થાયી રૂપ લીધું, અને સભ્યમાં સેવાની ધગશ જાગી.
સેવા સમાજ તરફથી સં. ૧૫ થી એક સાર્વજનક દવાખાનું ચાલે છે. આ દવાખાનું પાલીતાણાના આબાલવૃદ્ધ–ગમે તે કેમ અને ગમે તે ધર્મના લોકોને દરેક પ્રકારની રાહત આપી સેવાનું અનુપમ દષ્ટાંત આપી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org