Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી શત્રુંજ્ય સૌરભ
સ્ટેશન આવ્યું અને ગાડી બદલવા પ્લેટફોર્મ ઉપર ઉતર્યા કે કુમાર સિદ્ધાચળ તરફ જોઈને ગિરિરાજને પગે લાગ્યો. અને કહેવા લાગ્યા. જુઓ ! જુઓ ! કાકા સાહેબ ! પેલે કાળે પર્વત દેખાય છે ને એજ સિદ્ધાચળ. હવે જલ્દી ઉપર જવાનું થાય તે કેવું સારું?
પાલીતાણુ આવ્યા અને બીજે જ દિવસે યાત્રા માટે ગયા. મારી ઉપર ચડવાની અશક્તિને લીધે હું ઓળીમાં બેઠે. મેં કુમારને ડાળીમાં મારી સાથે બેસવા વિનવ્યું પણ તે બેઠે નહિ અને મારા ભાઈની આંગળી પકડી ચાલવા લાગ્યા.
મારા ભાઈના કહેવા મુજબ રસ્તામાં ઉપડામણીએ બાળકને ઉપાડવા કહ્યું પણ કુમારે ના પાડી. એક પણ વિસામે બેઠા સિવાય તે આનંદથી ચડી ગયે, તેની ભાવનાથી તેને માટે પહેલી પક્ષાળ, ચંદનપૂજા, ફૂલપૂજા વિગેરેનું ઘી બેલી તેને પૂજા કરાવી. પૂજા કરતાં તેને આનંદ અનુપમ હતે. અમે ચત્યવંદન કરવા બેઠા ત્યારે તે કાઉસગ્નમાં બેઠે હોય એમ બેસી ગયો અને આસપાસ યાત્રાળુઓને અવર-જવર, સ્તવનેના સરદે કે પૂજાની ધમાલ છતાં તે અડધા કલાક ધ્યાનમાં બેસી રહ્યો.
યાત્રા કરીને તે અત્યંત આનંદીત દેખાતે હતે. હંમેશા યાત્રાએ આવવાને તેણે વિચાર દર્શાવ્યા અને યાત્રા કરીને એક બે વાગે તે નાને ચારેક વર્ષને બાળક જમતે હતે. ડુંગર ઉપર તે પણ સરખું પણ લેતે નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org