Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૪ થ
૩૩
હે સ્વામી! (દ્રવ્ય સબ ંધી) તૃષ્ણાથી ચપળ થયેલુ અને કામવરથી વિહ્વળ થયેલું મન જો તમારા ધ્યાનરૂપી અમૃતમાં મજ્જન કરે, તે શાંતિને પામે, ૮.
હે વિભા ! પ્રાણીઓ જે એક ક્ષણવાર પણ શમતાનાજ એક સાર ભૂત એવા તમારા માર્ગની પ્રાર્થના કરે (ઈચ્છે), તે શુ' તેએ કદાપિ ક્રાધના દુષ્ટ માર્ગ ઉપર જાય ? જાયજ નહીં. ૯.
હું જિનેન્દ્ર ! મદની સ્પર્ધા કરનારા ( અત્યંત મિષ્ટ એવા ) આ મા વડે કરેલું તમારૂં ધ્યાન અનાહત નાદવડે કરીને ચેાગીઓના કમને કપાવે છે. ૧૦,
હું અધીશ! ચેાગીએ તમારૂં ઉત્કૃષ્ટ જ્ઞાન મેળવવાને માટે પાર્થિવાદિક સ્કુરાયમાન પાંચ પિંડસ્થ ધ્યાનની ધારણાને
અભ્યાસ કરે છે. ૧૧.
વળી મહાત્માએ પદસ્થ ધ્યાનની સિદ્ધિને માટે તમારા ઉપદેશ પ્રમાણે હૃદયચક્રની અંદર અર્હત્ મિ’બાર્દિકની ચેાજના કરીને તમારૂં ધ્યાન ધરે છે. ૧૨.
જે મુનિ રાગદ્વેષ રહિત, ચેોગયુક્ત, નિરાધાર, સ્ફુરણાયમાન એવા ઘાતિકના નાશ કરનાર, કરૂણામય અને કેવળજ્ઞાનના પ્રકાશથી લેાક તથા અલાકને જોનાર એવા આત્માનું તમારા રૂપથી ધ્યાન કરે, તે રૂપસ્થ ધ્યાનને જાણનાર થાય છે. ૧૩. ૧૪
૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org