Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૬ ઠું
આ ઉપરથી તીર્થોદ્ધાર માટે કાર્ય શરૂ કરાવ્યું. સં. ૧૫૮૭ ના વૈશાખ વદી ૬ ના રોજ શ્રી શત્રુંજય તીર્થોદ્ધાર અને પ્રતિષ્ઠા કર્યા. આમાં કરમાશાહે સવા કરોડ દ્રવ્ય ખર્ચ કર્યાને ઉલ્લેખ છે.
સં. ૧૬૧૨ માં અકબર બાદશાહ દિલ્હીની ગાદીએ. આવ્યું. જૈનાચાર્યશ્રી હીરવિજયસૂરિને પરિચય સાધવા તેમની ભાવના થઈ. સૂરિજી ગુજરાતમાં હતા. અમદાવાદના સૂબા મારફત તેઓશ્રીને આમંત્રણ મોકલી ફતેહપુર-સીકી તેડાવ્યા.
આચાર્યશ્રીની વિદ્વત્તા, પ્રભાવ અને ધર્મ-ચર્ચાથી અકબરને બહુ જ આનંદ થયે. ખાસ કરી જન સાધુની આકરી રહેણીકરણથી વિશેષ આકર્ષાયા. તેમને “જગદ્ગુરુ'નું બિરુદ આપ્યું, એટલું જ નહિ પણ મેગલ શહેનશાહતની અંદર આવેલા શ્રી સિદ્ધાચળજી, શ્રી ગિરનારજી, શ્રી તારંગાજી, શ્રી કેશરીયા, શ્રી આબુ અને રાજગૃહી, સમેતશિખર વિગેરે જનતીર્થો ઉપર જનેની સ્વતંત્રતા તથા યાવચંદ્રદિવકરો અબાધિત કબજા ભોગવટાને ખરીતે આપે, અને તે સમાચાર શહેનશાહત તાબાના સઘળા મુલકના સૂબાઓને મેકલી આપ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org