Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૫ મું
૩૯ દેવ પરમાત્માની સમીપે. એમ પાંચ સ્થાનકે સ્નાત્ર
ભણાવવાં અને ત્યાં પાંચ ચૈત્યવંદને કરવાં. ૭ પૂજાનાં ઉપકરણે લઈને પૂજા કરવા જતાં મૂળ નાયકજીની પૂજા કરવામાં માણસની પુષ્કળ ગીરદી હોય ત્યારે ધમાધમ ન કરતાં શાન્તિપૂર્વક મૂળ
નાયકજીની પૂજા ભકિત પૂર્વક કરવી. ૮ ધૂપ પૂજા કરનારા અગરવાટ સળગાવી પ્રભુના મુખ
સુધી લઈ જાય છે જેથી ઘણી વખત તેની રાખ પ્રભુની ઉપર ખરે છે. તેથી ખરી રીતે અગ્રપૂજા
ગભારા બહાર કરવી. ૯ ગિરિરાજના હૃહા બેલી નવ ખમાસમણ દેવાં અને ગિરિરાજની આરાધના નિમિત્ત નવ લેગસ્સને કાઉ
સગ કરે. ૧૦ અગપૂજાને અવસરે નવ સ્વસ્તિક કરી નવ ફળ ને
નવ નિવેદ્ય ધરવાં. ૧૧ મૂળ નાયકજીના ચિત્યને ફરતી ત્રણ પ્રદક્ષિણા દેવી
અને ત્યાં આવતાં બિંબને નમસ્કાર કરે. ૧૨ લાખ નવકારને ૯ દિવસમાં જાપ પૂરો કરવા માટે
દરરોજ દશ નવકારવાળી (પારા દીઠ એક નવકાર
ગણવા રૂ૫) બાધા પારાની ગણવી. ૧૩ સચિત્ત ત્યાગ, એકાસણું, બ્રહ્મચર્ય, ભૂમિશયન અને
બે ટંક પ્રતિક્રમણ તથા ભય સંથારે કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org