Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૫૬
શ્રી શત્રુંજ્ય સૌરભ ચલની યાત્રા આવ્યા ત્યારે તલાટીમાં છાવણી નાખી હતી, ત્યાં એક વાવ તથા શ્રી નેમિનાથ ભગવાનનું ચિત્ય બંધાવ્યું હતું. સં. ૧૧૭૯ માં શત્રુંજયના ખર્ચ માટે બાર ગામને પટે સિદ્ધરાજ મહારાજાએ કરી આપ્યાને ઉલ્લેખ છે.
બાહડમંત્રીએ કુમારપાળના પિતા ત્રિભુવનપાળના સ્મરણાર્થે પાલીતાણાની તળેટીમાં ત્રિભુવનવિહાર બંધાવી ત્યાં શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી હતી. કુમારપાળ મહારાજાએ આ વાત જાણી ત્યારે એ ત્રિભુવનવિહાર જોવાની અને શત્રુજ્ય તીર્થના દર્શનની ભાવના થઈ, અને દેશદેશાવરના સંઘને કનેત્રીઓ લખાણી.
સંઘમાં આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પરિવાર સહ પધાર્યા હતા. સાધ્વમંડળ, હજારે શ્રાવકશ્રાવિકાઓ, ૭૨ સામતે, ૨૪ મંત્રીઓ, ૧૮૦૦ શ્રીમતે, મહારાણી પળદેવી, રાજપુત્રી લીલુબા અને સર્વ સામંતેને પરિવાર હતે. સંઘ સહિત આનંદપૂર્વક યાત્રા કરી, પિતાના પિતાના સ્મરણમાં બંધાવેલ પ્રાસાદ જેઈ અત્યંત હર્ષિત થયા. હીંગલાજના હડા પાસે કુમારકુંડ બંધાવ્યું, દાદાના મુખ્ય મંદિરે ધ્વજા, દંડ, કળશાદિ ચઢાવી પ્રભુપૂજાને હા લીધે. તીર્થયાત્રાની યાદમાં કુમારવિહાર નામનું મંદિર બંધાવ્યું. જે હાથીપળની પાસે આજે પણ છે. આ ઉપરાંત તીર્થસેવા માટે ૨૪ ગામને પટે કરી આપે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org