________________
૧૮
શારદા શિખર માટીના, પિત્તળના, સ્ટીલના કે ચાંદીના પાત્રમાં ટકતું નથી. એક તે સિંહણનું દૂધ પ્રાપ્ત થવું મુશ્કેલ છે ને મળે તે જેવા તેવા પાત્રમાં ટકતું નથી. તે જ રીતે બંધુઓ ! વીતરાગ વાણી સાંભળવા મળવી મુશ્કેલ છે. કદાચ તમને એમ લાગતું હશે કે આપણને તે રેજ વીતરાગ વાણી સાંભળવા મળે છે. કયાં મુશ્કેલ છે? ઉપાશ્રયે જઈએ એટલે આપણને મહાસતીજી વીતરાગ વાણી સંભળાવે છે. પણ ખ્યાલ રાખો કે તમારા પુદય હોય તે સાંભળવા મળે છે. ઘરેથી વ્યાખ્યાન સાંભળવા નીકળ્યા. હજુ ઉપાશ્રયના પગથીયે પગ મૂકે છે ત્યાં પાછળ દીકરે દેડતે બોલાવવા આવ્યું કે બાપુજી ! જલ્દી ઘેર ચાલે. બા પડી ગયા છે ને ખૂબ વાગ્યું છે. તે તરત જ ઘેર જવું પડેને ? કદાચ સાંભળવા આવીને બેઠા ને ઉંઘ આવી જાય તે અક્ષર પણ સાંભળી શકાય ? આટલા માટે કહીએ છીએ કે વીતરાગ વાણી સાંભળવા મેળવી મુશ્કેલ છે. અને સાંભળવા મળે તે અંતરમાં ઉતરવી–ટકવી તે જીવની પાત્રતા, લાયકાત હોય તે ટકી શકે છે.
બંધુઓ તમને કરોડની સંપત્તિ મળી હોય પણ જે જીવનમાં ધર્મ નથી, વીતરાગ વાણું અંતરમાં ઉતરી નથી તે જીવનની કાંઈ કિંમત નથી. ધનવાન હોય પણ જે જીવનમાં ધર્મ નથી તો તે જીવ દયાને પાત્ર છે. અમેરિકા મહાન સમૃદ્ધ દેશ ગણાય છે. ત્યાં ગમે તેટલી સંપત્તિ હોવા છતાં તે દયાને પાત્ર છે. આટલી સંપત્તિ હોવા છતાં આપઘાતના કિસ્સા ત્યાં વધુ બને છે. શા માટે ? ત્યાં ધર્મને અભાવ છે. ત્યાં સંપત્તિ છે પણ સંત નથી. ધન છે પણ ધર્મ નથી. જ્યારે ભારતમાં આવા કિસ્સા ત્યાંના કરતાં બહુ ઓછા બને છે. કારણ કે અહીં ધર્મ છે ને ધર્મને સમજાવનારા સંતે પણ છે. જૈન ધર્મગુરૂઓ કેટલા નિઃસ્વાથીં છે. અન્ય ધર્મોમાં તે કંઈ ને કંઈ સ્વાર્થ હોય છે. જ્યારે જૈન ધર્મના સંતોને કાંઈ સ્વાર્થ નથી. બસ, એકજ ભાવ દિલમાં હોય છે કે ભવ્ય છે સાચું પામે. એને સંસારના દરેક પદાર્થ પ્રત્યેથી મમત્વભાવ ઉતરી જાય. જ્યારે સંતને સાચે રંગ લાગશે ત્યારે તમને કરડેની સંપત્તિ પણ ધૂળ જેવી લાગશે. આવું સમજાવવાની તાકાત વીતરાગ વાણીમાં છે.
રાંકા અને બાંકાનું એક દષ્ટાંત છે. પંઢરપુરમાં રાંકા નામના એક શેઠ રહેતા હતા. તેમની પત્નીનું નામ બાંકા હતું, તેઓ બંને ખૂબ ધર્મિષ્ઠ હતા. ધર્મ સમજેલા એટલે તેમના જીવનમાં ખૂબ સંતોષ હતો. એમની સંતોષવૃત્તિ અને નિર્લોભતાની પ્રશંસા સાંભળી એક દેવને તેમની પરીક્ષા કરવાનું મન થયું. એક વખત શેઠ-શેઠાણી ફરવા માટે જઈ રહ્યા હતા. તે સમયે દેવે એક સેનામહોરોથી ભરેલી થેલી માર્ગમાં મૂકી દીધી. આ થેલી જોઈ રાંક શેઠને વિચાર થે કે પાછળ શેઠાણી આવે છે. આ સેનામહોરે જેઈને કદાચ તેનું મન લલચાશે તે ? એટલે સોનામહોર ઉપર ધૂળ ઢાંકવા લાગ્યા. પાછળ ચાલી આવતી શેઠાણીએ પિતાના પતિને સોનામહોરો ઉપર