Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
પ્રતિઓના પરિચય
રાખીને વાંચવાની સગવડને લીધે શરૂ થઈ હોય એમ લાગે છે. છતાં પ્રાચીન અને અત્યારે લખાતાં ઘણાં ખરાં પુસ્તામાં પશુ લહિયા પ્રત્યેક પાનાની વચ્ચે જે ખાલી જગ્યા રાખી મૂકે છે, તે એ તાડપત્રના અધનાથે વપરાતા દ્વારા પરાવવાની જગ્યાની સ્મૃતિરૂપ છે.
તાડપત્રના પાંનામાં પરાવાતા દારાની શરૂઆતમાં અને છેડે દારા પરાવ્યા પછી તે નીકળી ન જાય તે માટે જે એ જલોટા કે તેના જેવું ખીજું કાંઈ ખાંધવામાં આવતું તેનું નામ સૂત્રકારે ગ્રંથી આપેલું છે. અત્યારે ઉપલબ્ધ થતાં તાડપત્રામાં આ ગ્રંથ મળી આવે છે.
ग्रंथी
વ્યવસ્થામાંથી નિષ્પન્ન થયે। હાય એમ લાગે છે. તાડપત્રનું આખું પુસ્તક વચ્ચે દારા પરાવી સળંગ મુધાય છે. ભણાવતો કે વાંચતી વખતે તેનું એકએક પાનું છૂટું થઈ શકતું નથી. એથી પાનાને વાંચવા માટે અને હાથને ઉપયાગ કરવેા જરૂરી છે. આમ મને હાથ પાનું ફેરવવામાં શકાયાથી જો વાંચનાર કે ભણનાર ઉઘાડે મુખે જ પુસ્તક વાંચે, તેા પુસ્તક ઉપર થૂક પડવાન સભવ છે. થૂક પડવાથી અક્ષરા ભૂંસાય છે અને પુસ્તકની આવરદા પણ ઓછી થાય છે; એથી જૂના લેાકાએ પુસ્તકના રક્ષણને પુણ્યકાટીનું બતાવેલું છે અને તે માટે પુસ્તક વાંચતી કે ભણતી વખતે મેઢા પાસે હાથ કે કહું રાખવાનું કહ્યું છે. એથી પુસ્તક ઉપર કે પાસે રહેલા વિદ્યાથી કે શ્રોતા ઉપર વ્યાખ્યાતા કે વક્તાનું થૂક ન પડે. કોઈ વ્યાખ્યાતા કે વક્તા તાડપત્રના પાનાને છૂટું કરીને રાખે તેા પણ એ પાનું એવડુ· માટું હોય છે કે તેને ફેરવવામાં એ હાથ રીચા વિના ચાલતું જ નથી. આ રીતે પણ મેાઢા આગળ કહુ રાખવાની અને બાંધવાની પદ્ધતિ ચાલુ થઈ હાય એમ લાગે છે. અને પાછળથી તે સત્ર રૂઢ થયેલી દેખાય છે. મત્રાચ્ચાર કરતી વખતે પારસી અવ્યુ આમાં કપડુ ખાંધવાની પ્રથાનું, સાંખ્ય પરિવ્રાજકામાં મેાઢા આગળ લાકડાની પટ્ટી રાખવાની પ્રથાનું અને સ્વામિનારાયણ સપ્રદાચની શરૂઆતમાં વાંચતી વખતે સુખવસ્ત્ર રાખવાની પદ્ધતિનું મૂળ એક જ લાગે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org