Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પર
અનિચંદ્રનું ઉદ્યાનમાં આગમન. રાજાનું ત્યાં જવું. ગુરુદેવે ઉપદેશ આપવો. વાનર-બંતરનું ત્યાં સ્વર્ણરેખા સાથે આવવું. સાની ગુરુએ શ્રીદત્ત અને શંખદત્તનો પૂર્વજન્મ કહે ત્યાં એકાએક શંખદત્તનું આવવું. મિલન થવું. ક્ષમા યાચતા. ગુરુને વંદન કરી મુનિરાજને પૂછવું. જે ગયા ભવમાં મારી પત્ની હતી, તેમને માતાપિતા કઈ રીતે કહું ? ગુરુદેવ સંસારની વિચિત્રતા સમજાવે છે. એ સાંભળી શુકરાજનું બોલવું. મૃગધ્વજ રાજાએ પ્રશંસા કરવી. ને પિતાને વૈરાગ્ય કયારે પ્રાપ્ત થશે. તે માટે પૂછવું. ગુરુદેવે કહેવું ચદ્રાવતીના પુત્રને જોશો ત્યારે. પછી મુનીશ્વર ત્યાંથી વિહાર કરે છે. ત્યાં રહેલા નગરમાં જાય છે. પ્રકરણ ચૈત્રીસમું ચંદ્રશેખર પૃષ્ઠ ૩૩૪ થી ૩૪૭
ગુરુદેવનો ઉપદેશ સાંભળ્યા પછી સાર સંસારમાંથી કયારે છૂટાશે તે માટે રાજા વિચાર કરે છે. ત્યાં તે કમલમાલા બીજા પુત્ર હંસરાજને જન્મ આપે છેતેવામાં ગાંગલી ઋષિનું ત્યાં આવવું. શુકરાજને લઈ આશ્રમ તરફ જવું. ગૌમુખ સાથે ગાંગલી ઋષિનું સિદ્ધાચલની યાત્રાએ જવું. શકરાજ આશ્રમ અને દેવમંદિરની રક્ષા કરે છે. એક રાત્રે શુકરાજે સ્ત્રીને રડવાનો અવાજ સાંભ. રડનારને શધવા નીકળવું, રડવાનું કારણ જાણી રાજકુમારી પદ્માવતીની શોધ કરવી. વાયુવેગની મુલાકાત, તેને લોટ જિનમંદિરે જવું. પદ્માવતી મળવી. બંનેને આશ્રમમાં લાવી સ્વાગત કરવું. વિદ્યાધર વાયુવેગની આકાશગામિની વિદ્યા ભૂલાઈ જવાથી શુકરાજ તે વિદ્યાનું સ્મરણ કરાવે છે. ને શુકરાજ તે વિદ્યા પ્રાપ્ત કરે છે.
ઋષિનું તીર્થયાત્રા કરી પાછું આવવું. શકરાજને વિદ્યા પ્રાપ્ત થઈ છે તે જાણી આશીર્વાદ આપવો. પછી વિમાનમાં બેસી વાયુવેગ અને પદ્માવતી સાથે ચંપાપુર જવું. પદ્માવતી અને શુરાજનું અરિમર્દન રાજા લગ્ન કરાવે છે. ત્યાંથી વિદ્યાધર વાયુવેગને લઈ તીર્થ