________________
અન્ય સજજનોને આ દૃષ્ટાન્ત અનુકરણીય છે. ભાઈશ્રી ચુનીલાલને આવા જ્ઞાનવૃદ્ધિના કાર્ય સવિશેષપણે કરવામાં પ્રયત્નશીલ રહેવાનું નમ્રભાવે સૂચવીએ છીએ.
આ ૨૦ કથાનકે પ્રગટ થઈ ગયા પછી પણ ભાઈશ્રી ચેકસીનું કથાસાહિત્ય “શ્રી જૈન ધર્મ પ્રકાશ' માં અવિરતપણે ચાલુ જ રહ્યું છે. સખી ગૃહસ્થની સહાયથી અમે તેનું પણ પુસ્તકાકારે પ્રકાશન કરવા ઈચ્છા ધરાવીએ છીએ. પ્રાતે ભાઈશ્રી ચોકસીને અને દ્રવ્ય-સહાયક ભાઈશ્રી ચુનીલાલનો આભાર માની આ લઘુ પ્રસ્તાવના પૂર્ણ કરી વિરમીએ છીએ.
મૌન એકાદશી સં. ૧૯૯૯
કુંવરજી આણંદજી