________________
જેવી રીતે સૂર્ય અને ચંદ્ર જ જ્યોતિષીના સ્વામી તરીકે ગણાય છે તેમ સાહિત્ય-ગગનમાં વૈરાગ્યભાવને પોષતી અને આત્મદ્ધારને દર્શાવતી જેન કથાઓ જ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરી ચૂકી છે.
અન્ય પ્રાણીગણની અપેક્ષાએ મનુષ્ય એવી વ્યક્તિ છે કે તે સટ્ટવસ્તુ શીધ્ર ગ્રહણ કરી શકે છે અને સારાસારનો વિચાર પણ કરી શકે છે. વાંચનમાં આવતાં સારા વો વિપરીત બનાવોની અસર તેના હૃદયમાં ચિત્રામણની જેમ આલેખાઈ જાય છે અને સંસ્કારી બનેલ આત્મા ક્રમે ક્રમે ગુણસ્થાનકના પગથિયાં ચઢી આત્મસિદ્ધિ સાધે છે. સંતપુરુષોના જીવનચરિત્રોથી, તેમણે સાધેલ અનુપમ સિદ્ધિના દૃષ્ટાથી માનવ-જીવન કેળવાય છે; અને કેળવાયેલી બુદ્ધિ તેને છેવટે સાધ્યબિંદુમેક્ષ પ્રતિ આકષી જાય છે.
આધુનિક સમયમાં વાંચનનો શોખ વધે છે, પરંતુ નીતિ, સદાચાર, વિવેક અને ધાર્મિકતાનું દિગદર્શન કરાવનાર જીવનચરિત્રનું સ્થાન કલ્પિત નવલકથાએ ઝડપી લીધું છે. મનુષ્યહૃદય લાગણીઓથી ભરપૂર છે. ક્ષણે ક્ષણે અવનવી વૃત્તિઓ અને આકાંક્ષાઓ તેના હૃદયનો કબજો મેળવે છે અને એટલા જ ખાતર તેના માનસને પરોપકારી, કરુણા, શ્રદ્ધાળુ અને ધાર્મિક વૃત્તિવાળું બનાવવા માટે આવા સંતપુરુષેના ચરિત્રાની આવશ્યકતા રહે છે. ભાઈશ્રી મોહનલાલ દીપચંદ ચોકસીએ આ દિશામાં પ્રયાસ આરંભ્યો છે અને તેના ફળસ્વરૂપ આ
પ્રભાવિક પુરુષ એને ગ્રંથ અમે સમાજ સમક્ષ રજૂ કરવા ભાગ્યસરળ થયા છીએ.
ભાઈશ્રી ચેકસીની સાહિત્યોપાસના જાણીતી છે. અગાઉ પણ તેમણે આવું એક ગુચ્છક (વીશ કથાઓનું ) શ્રી જૈન સસ્તી વાંચનમાળા મારફત બહાર પાડયું હતું, જેને ઉલ્લેખ આ પુસ્તકના પ્રાંતભાગમાં આપેલ ઉપસંહારમાં તેમણે જ કર્યો છે. આ પુસ્તકમાં આપેલા સઘળા કથાનકો “શ્રી જૈન ધર્મ પ્રકાશ” માસિકમાં ક્રમે ક્રમે પ્રગટ