________________
પ્રસ્તાવના
ગણધર મહારાજા—ગુફ્િત દ્વાદશાંગી સ્વયંભૂરમણ સાગર સા અગાધ છે. જેમ સાગરને કદી પાર ન પામી શકાય તેમ શ્રી જિનાગમને પાર પામવા પણ દુષ્કર છે. દરેક આગમ--સૂત્રામાં ચારે અનુયે સમાવેશિત થતા હતા તેવી તેની અગાધતા હતી અને છે, પરન્તુ કાળપ્રભાવથી જ્યારે માનવ–બુદ્ધિ અને આયુ હીન બનવા લાગ્યા ત્યારે શાસનપ્રભાવક યુગપ્રધાન શ્રી આય રક્ષિતસૂરિએ લોકાપકારની દૃષ્ટિથી આગમશાસ્ત્રોને ચાર અનુયાગમાં પૃથક્ પૃથક્ કરી નાખ્યાં. દ્રવ્યાનુયાગ, ચરણકરણાનુયોગ, [તાનુયોગ અને કથાનુયાગ–આ ચારે અનુયોગ પૈકી કથાનુયોગને કેટલાક આચાર્યએ વિશેષ પ્રાધાન્ય આપ્યું અને ઉત્તરાત્તર અન્ય રધર આચાર્યએ પણ શાસ્ત્રોનુ દાહન કરી-કરીને તેને કથાનુયાગમાં સચોટ રીતે ગૂથ્યું. કથાનુયાગની વિશિષ્ટતા એ છે કે મંદબુદ્ધિવાળા પ્રાણીએ પણ તેને જલ્દીથી સમજી શકે છે અને તેમાં વર્ણવવામાં આવેલ સદાચાર, સ ંસ્કાર અને ધર્માં-નીતિનાં સુંદર મેધપાઠેને હૃદયગમ કરી શકે છે; કારણ કે તે તેમાં ગુંથાયેલા જ હાય છે.
રાચક શૈલીને અંગે કથા-સાહિત્ય સામાન્ય આમજનતાના અંતઃકરણ દ્રવિત કરી તેના પર ધ`ભાવનાની ઊંડી અસર કરે છે અને કાઇ કાઇ વાર તા વીજળીના ચમકારની માફક તાત્કાલિક જીવન-પરાવર્તન કરવા પણ શક્તિમાન નીવડે છે. જૈન સાહિત્યના સમર્થ વિદ્વાનોએ વિશેષ પ્રમાણમાં કથાનુયાગની રચના કરી છે અને અત્યારે ઉપલબ્ધ સાહિત્ય-ભંડારતા લગભગ પચાસ ટકા જેટલા ભાગ કથાનુયાગને જ મળી આવે છે. સામાન્ય કથા કે લોકવાર્તાને પણ કથા કહી શકાય પરન્તુ ગગન-મંડળમાં ગ્રહ, નક્ષત્ર અને અસંખ્ય તારાગણ હોવા છતાં