________________
ત્રીજી
પૂજ્ય વડીલ પિતાશ્રી દુર્લભદાસ રૂગનાથ આપને સ્વર્ગવાસી થયાંને ત્રીશ વર્ષનાં વહાણાં વાઈ ગયા છતાં અમો આપનાં પિતૃપ્રેમનાં સુમધુર સંસ્મરણે ભૂલી શક્યા નથી. આપબળે આગળ વધી આપે વિ. સં. ૧૫૬ માં સ્વતંત્ર ધંધ શરૂ કર્યો અને એક કુશળ વ્યવહારપરાયણ વ્યક્તિ તરીકે જીવન-નાવ ચલાવ્યું. અમે આપની શીતળ છાયામાં ઉછરી રહ્યા હતા તેવામાં વિ. સં. ૧૯૬૮ માં આપનું સ્વર્ગવાસ થયે, પરંતુ આપે અમારી લઘુ વયમાં સિંચેલા સંસ્કારોથી આપની લાઈનને અનુસરીને અમે સુખી જીવન ગાળી રહ્યા છીએ. પિતૃ-ત્રણ અપ્રતિકરણીય છે એમ છતાં કિંચિત્ અનૃણું થવા આ નીતિ અને ધર્મભાવનાને પોષતું “પ્રભાવિક પુરુષ”નું પુસ્તક આપને સમર્પણ કરી કંઈક કૃતકૃત્ય થઈએ છીએ. આપનો જૈનધર્મ પ્રત્યેનો અવિચલ પ્રેમ અને શત્રુંજય મહાતીર્થ પ્રત્યેનો ભક્તિભાવ અનહદ હતો. તેના અણુઓ અમારામાં વિસ્તાર પામે
એવી ઈચ્છા સાથે વિરમીએ છીએ.
મૌન એકાદશી સં. ૧૯૯૯
આપના લઘુ બાળકે ચુનીલાલ અને ત્રિભુવન