________________ (40) વીવેક વિલાસ. 0-12-0 હે દક્ષદેવી ! દક્ષિણ નેત્રફુરવાના બહાનાથી તારૂં મૃત્યુ તે મને પ્રથમથી જ જણાવ્યું હતું છતાં, હું તારૂં રક્ષણું કરી ને શ; તારે માથે વિપદા આવેલી જાણવા છતાં, પ્રતિકાર કર્યા સિવાયજ બેસી રહ્યા. માટે જ હું અજ્ઞાની, મહા પાપી, અને બુદ્ધિના લેશથી રહિતજ છું. જે તેમ ન હોત તે પ્રથમથી જ કાંઈ ઉપાય જત. આ પ્રમાણે પોતાની નિંદા કરતા, નેત્રવારીથી પૃથ્વી પીઠ સિંચતા, અને વિલાપ કરતા રાજાએ સમગ્ર પરિવારને રડાવ્યું. . ' ફરી રાજા પૃથ્વી પર પડી ગયે. વળી ઉઠ, વાર બેઠે, થોડીવારમાં ચાલવા લાગ્યું, આ જગતને શૂન્યરૂપ જોવા લાગ્યા વળી ક્ષણવારમાં વિલાપ કરવા લાગ્યો. - રાજાની આવી સ્થિતિ જોઈ, સ્વામિને દુઃખે દુઃખી થયેલ પ્રધાન વર્ગ, ગદ્ગદ્ કઠે રાજાને વિજ્ઞપ્તિ કરવા લાગ્યો. મહારાજા ? આમ વિલાપ શા માટે કરો છો ? આ રિઘ ચાલે, મેહેલમાં જઈને તપાસ કરીએ કે દેવી ચંપક માલાના શરીરની અવસ્થા હાલ કેવી છે. ઝેરના પ્રયોગથી કદાચ મનુષ્ય શ્વાસોશ્વાસ રહિત થાય છે, ત્યારે તેમને જીવ નાભિમાં હેય છે. તેવું આ મહાસના સંબંધમાં તે નથી બન્યું ? આ પ્રમાણે પ્રધાનની પ્રેરણાથી અલના પામતા પગે, પરિવાર સહિત રાજા, રાણીના મેહેલમાં આવ્યા. ત્યાં આવીને જુવે છે તે, કાષ્ટની માફક નહિ બેલતી કે નહિ ક્રિયા કરતી રાણીને દીઠી. રાણીને આવી સ્થિતિમાં જોતાંજ, સનેહી રાજા નેત્રો ભમાવીને અકસ્માત્ મૂર્છાદિત થઈ પૃથ્વી પર પડી ગયે. શીતળ પાણીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust