________________ ઉતમ ચરીત્રો રાસ 0-20 (37) mammminminnainim પણે સમુદાયેથી પૃથક થવાનું ઉંચીત ગયું. સમુદાયથી પૃથક જીર્ણને, જંગલ, સ્મશાન, પહાડ અને ગિરિક દરા પ્રમુખમાં નિવાસ કરી, નિરતિચાર વ્રત પાલન કરતાં આત્મધ્યાનમાં લીનતા કરવા લાગ્યાં. - આ મહાત્માની આત્મધર્મમાં નિશ્ચળતા મેની માફક હતી. પૃથ્વીની માફક સર્વે પરિષહ સહન કરવાની સહનશીળતા હતી. તેમની મુખમુદ્રા ચંદ્રની માફક સિગ્ય યાને શાંત હતી. આકાશની માફક તેને કોઈ તરફના આલંબનની જરૂર ન હતી. શંખની માફક રાગાદિકથી નહિ રંગાવા રૂપ નિરંજનતા હતી. પ્રથમ સંગરંગમાં અને પછી શાંત રસમાં રહી અંત રંગ શત્રુઓને (કામ કેધાદિને) નાશ કરતા હતા. કમે પૃથ્વીતળપર વિચરતાં એક વખત સાગરતિલકપુરના બહારના વનભાગમાં સંધ્યાવેળાએ, એકાકી મહાબળમુનિ આવી પહોચ્યા. કલીષ્ટકમ ખપાવવાં અને શુદ્ધ સ્વસ્વરૂપે પ્રકટ કરવું, એજ જે. મનું લક્ષ બીંદુ હતું. તેથી તરતજ તે વનના એક ભાગમાં કાર્યોત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થપણે ઉભા રહ્યા. એ અવસરે ઉદ્યાનને પાલક માળી, ફરતે ફતે ત્યાં આવ્યું, તેણે કાત્સર્ગ મુદ્રામાં રહેલા તે મુનિને જોયા. જેતાં જ તેણે તેને ઓળખી લીધા. તરતજ ત્યાંથી નીકળી જ્યાં શતબળ રાજા હતા ત્યાં શહેરમાં આવે. આવને નમસ્કાર કરી વધામણી આપી કે, મહારાજ ! આપના પૂજ્ય પિતાશ્રી મહાબળ મુનિ, એકાકીપણે આપને ઉદ્યાનના એક ભાગમાં આવીને ધ્યાનસ્થ પણે રહ્યા છે. . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust