________________ જનકથા સંગ્રહ ભાગ લે 1-0-0 ( 399) સમજવાનું મળે તેમ છે. કેટલીક વાતે ત્યાગ કરવા જેવી છે. અને કેટલાક સદગુણો અનુકરણ કરવા લાયક છે. સારાં, ખોટાં * પાની ભલાઈ બુરાઈ તરફ ટીકા કરવા ન બેસતાં કે, તેના પ્રપંચીક વ્યવહાર તરફ ન આકર્ષાતાં, દષત્યાગ અને ગુણાનુરાગવાળી દ્રષ્ટી રાખી, હસની માફક સારગ્રહી લક્ષથી આ ચરિત્ર વાંચનારને સારો લાભ થવા સંભવ છે. વસ્તુ એકની એક જ, પણ યેગ્યતા વિશેષ ગુણ, દેશની પ્રાપ્તિ થાય છે. પાણી એકનું એકજ, પણ ગાયના પેટમાં જતા તેનું દુધ થશે અને સર્પદી ઝેરી જાનવરના પેટમાં જતાં તે વિષપણે પરિણમશે. આ ચરિત્રમથી સમજવા જેવું, ત્યાગ કરવા જેવું અને અનુકરણ કરવા જેવું શું છે, તે વિચાર વાચકોની બુદ્ધિઉપર મૂકવામાં આવે છે. બુદ્ધિમાને અવશ્ય તે વાતને ફડ કરશે. રઇની સર્વ સામગ્રી તૈયાર કરી આપીને તે ચાવવાનું કામ તેં અવશ્ય ભોજન કરનારને સેંપવું જોઈએ. તેમ આ ચરિત્ર લખી આપી, તેમાથી હેય, ફેય, ઉપાદેય ( ત્યાગ કરવા લાયક, જાણવા લાયક, અને ગ્રહણ કરવા લાયક) શોધી કાઢવા જેટલી મહેનત વાંચનારની બુદ્ધિને આપવી જ. અને તેમ કરવાથી વાંચનારની બુદ્ધિમાં વધારે થશે. તેમજ આત્માની છુપી રહેલી શકિત બહાર આવશે. એમ ધારી તે વિષે સહજ ઈશારે કરી આંહી વિરમવું ઉચીત ગણ્યું છે. શ્રીમાન પાર્શ્વનાથ તીર્થકરના મોક્ષ દિવસથી સો વર્ષ જવા પછી આ ચરિત્રના નાયક, નાયિકા, મહાબળ અને મલયાસુંદરીની હૈયાતી આ પૃથ્વીતળ પર હતી. આ મલયાસુંદરીનું ચરિત્ર, શ્રીમાન કેશીગણધરે જેમ શંખ રાજાની પાસે કહ્યું હતું તેમ, મેં પણ તમારી આગળ તે અનુસાર જણાવ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust