Book Title: Malaya Sundari
Author(s): Kesharvijay Gani
Publisher: Keshavlal Savaibhai Shah

View full book text
Previous | Next

Page 407
________________ (98) આનંદધનજીકૃત ચેવીસ અર્થ સાથે. 0-8-0 વિહાર કર્યો. તેટલા અવસરમાં તેણે અનેક જીવને ધર્મમાર્ગમાં જોડયા. તેના ઉગ્ર તપસેજ અને નિર્મળ બ્રહ્યચય આગળ સર્વ કેઈને નમવું પડતું હતું. તેનું ચરિત્ર નિર્દોષ હતું. તેની વિશુદ્ધિ અપુર્વ હતી. તેની વાણું અમેઘ હતી. તેની વાણી અમૃત વર્ષાવતી હોય તેવી મીઠી અને શાંતિદાયક હતી, તેની મુખમુદ્રા શાંત અને આનંદી હતી. રાજતેજ અને તપતેજ બને ભેગાં હોવાથી, તેની ધર્મદેશનાની અસર લોકો ઉપર ચમત્કારીક રીતે થતી હતી. તે મહતરાને દેખતાં જ કઠેર દદયવાળા મનુને પણ પૂજયબુદ્ધિ ઉત્પન્ન થતી હતી. શ્રમણ ધર્મનું પાલન કરતાં, તપ, યોગ, જ્ઞાન, અને ધ્યાનવડે ઘણાં કમ ખપાવી દીધાં હતાં, નિર્મળ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું. હજી શેષ કમ બાકી હતાં. તેવામાં અવવિજ્ઞાનથી તપાસતાં આ દેહમાં રહેવારૂપ આયુશ્ય ઘણું જ સ્વ૯૫ રહેલું પિતાના જાણમાં આવ્યું. એજ અવસરે તત્વજ્ઞ - હતરાએ અંત્ય વખતની આરાધના કરી લીધી. અને ધર્મ ધ્યાનમાં સાવધાન રહી, આત્માનંદમાં ઝીલવા લાગી. આ શુભભાવમાં માનવદેહ સંબંધી આયુષ્ય પુર્ણ થતાં, મહત્તરા મલયાસુંદરી, આ દેહ ત્યાગ કરી, અશ્રુત નામના બારમા દેવલોકે દેવપશે ઉત્પન્ન થઈ, દેવ આયુષ્ય પૂર્ણ કરી, મહા વિદેહ ક્ષેત્રમાં, ઉ તમ કુળમાં, માનવદેહ પામી, ચારિત્ર લઈ, કેવળજ્ઞાન પામી, નિર્વાણ પામશે. આ પ્રમાણે આ મહાસતી મહત્તારા મલયાસુંદરીનું જીવન : ચરિત્ર. અંહી પૂર્ણ થાય છે. આ ચરિત્રમાંથી વાચકોને ઘણું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409