________________ ( 384) સંગીત લીલાવતી નાટક. 0-2-0 પિતાની ચારેબાજુ લાકડાં ખડકાય છે. ખડનાર કોણ છે ? શા માટે ખડકે છે, તેનું પરિણામ શું આવશે ? અગ્નિ પણ લગાડી, લાકડાં બળવા લાગ્યાં. અને શરીર પણ બળવાની તૈયારી છે. બળવા પણ લાગ્યું. આ સર્વ વાત મહાબળ મુનિથી અજાણ નથી. ગુરૂશ્રીએ આગળથી ચેતાવેલ પણ હતું કે, કનકવતી છે. વટને ઉપસર્ગ કરશે. પિતાનું વેર લેશે. તેમ મહાબળ મુનિ પણ અત્યારે જ્ઞાનદષ્ટિથી કે ચમેદષ્ટિથી તેને નજરે જુવે છે. સામાંથી નાશી છુટવું હોય તે છુટાય તેવું છે. કનકવતીને શિક્ષા આપવી હોય તે આપવાનું સામર્થ્ય પણ પિતામાં છે. આ શહેરનો રાજા તે પણ તેમને પુત્ર અને પરમભક્ત છે. આટલું છતાં આ મુનિએ આ અસહ્ય ઉપસર્ગ શા માટે સહન ક હશે ? એ સામાન્ય વાંચનારને અજાયબી ઉત્પન્ન કરનાર છે. અને છે પણ તેવુંજ પણ આયુશ્ય થેડું અને ઋણાનુબંધ વધારે એટલે બીજો ઉપાય શું. દેહાધ્યાસ કે દેહ ઉપર મ મત્વ સર્વથા છુટેલ હોવાથી તેનું ( દેહનું ) ગમે તેમ થાય. મારે તો બંધીખાનામાંથી છુટવું જ. આવી પ્રબળ ઈચ્છાવાન દેહઉપર પ્રેમ શા માટે કરે ? ખરેખર દેહ બંધીખાનું જ છે. આત્મા આવા મલીન પદાર્થોના કીચડથી આવૃત થયેલ છે. તેના મધ્યમાં પડે છે. દેહાધ્યાસથી રીબાય છે, ઝરે છે, અને વારંવાર તેમાં પ્રવેશ, તથા નિર્ગમન કર્યા કરે છે. આવા પરમ દુઃખના કારણભૂત દેહ અને કર્મને સર્વથા ક્ષય થતો હોય. ફરી પાછું આવા દેહમાં આવવાનું, સદાને માટે બંધ થતું હોય, તે આવા દેહ બંધીખાનામાંથી છુટવાની કે આનાકાની કરે છે આત્મદશામાં દેહુ દશાનું ભાન પણ ન હોય. ઉક્ષેપ પણ પ્રબળ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust