________________ ( 270 ) હદનીહાલત 0 8- 0 મનુષ્યમાં અધિક હોય છે ! હજારો લોકોના આશ્ચર્ય અને ખ૪ વચ્ચે મહાબ પહાડપર ચડવું શરૂ કર્યું. જેમ જેમ મહાબળ પહાડ પર ચડતો ગયે, તેમ તેમ લોકોના હૃદયમાં શોક પ્રગટ થયો. પણ રાજા તથા પ્રધાનના હૃદયમાં આનદની ઉમિઓ ઉછળતી હતી. ઉદયાચળ પર સૂર્ય જેમ આરૂઢ થાય છે, તેમ પહાડના શિખર પર મહાબળ આરૂઢ થયા. રાજાના સેવકો પણ તેની પાછળ ચડ્યા શિખરની ટોચ પર કુમાર ચડી રહયે એટલે રાજપુર છે મહાબળની નજીક જઈ નીચે, દર દેખાતે આમ્રવૃક્ષ તેને બતાવ્યું. આ જીંદગીમાં ન્યાયપૂર્વક મેં કાંઈ પણ શુભકમ ઉપાર્જન કર્યું હોય તે, તેના પ્રભાવથી આ મારું સાહસ સફળ થો’ આ પ્રમાણે બોલતા રાજકુમારે, તે આમ વૃક્ષને લક્ષમાં રાખી, લેકોને હા,-હા –રવવચ્ચે, વીજળીની માફક, પર્વતના પછાડીના ભાગ તરફ ઝુંપાપત કર્યો. પહાડના શિખર પરથી વેગમાં પડતાંજ મહાબળ, તેનું . અહિત ચિંતવનારના પુણ્યરાશીની માફક, અદશ્ય થઈ ગયે. અરે ! આ અન્યાય ! આવું રાજાનું ઘેર પાપ ! આવું પરસ્ત્રી લંપટપણું ! નિર્દોષ. મનુષ્યને આવા ઘાતકી મારથી માર: વામાં આવે છે ! તે બિચારા સિદ્ધના હાડકાંનાં પૃથક પૃથક ચુચુરા થઈ ગયા હશે ! હવે આ રાજાનું અને રાજ્યનું આવી બન્યું. વિનાશકાળે વિપરીત બુદ્ધિ. ભાઈએ ! આપણે પણ કદાચ આ પાપી રાજાના પાપથી આફતમાં આવી પડીશું. વિગેરે અમંગળક ચિંતવતા, અને રાજાની નિંદા કરતા, લેકે પોત પોતાને ઘેર આગ્યા . " ' . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust