________________ (272) માતા પીતાની સેવા 1-0- મુક. મહાબળે જણાવ્યું. રાજન્ ! આ આમ્રફળા, તમે તમારા કુટુંબ સહિત ખાઓ, અને પિત્તના રોગની સર્વથા શાંતિ કરે. તેના ગંભીર શબ્દ, અને કાર્ય કરવાનું સામર્થ્ય જોઈ, સભાસદો સર્વે ભય પામ્યાં. આખી સભામાં શાંતિ વ્યાપી રહી. અર્થાત્ સમાન ધારણ કરી રહ્યા ત્યારે મહાબળે કરંડીયા નજીક જઈ તેનું ઢાંકણું ઉઘાડી, માંહીથી બેચાર સુંદર ફળે લીધાં અને રાજાને પુછી, દુઃખિત થઈ રહેલી, રાજકુમારી મલયાસુંદરી પાસે મહાબળ આગે. મહાબળને આવતા દેખી, વર્ષગમે મયુરીની માફક, હર્ષ પામતી મલયાસુંદરી મહાબળને ભેટી પડી; અને આવા દુષ્કર કાર્યનો પાર કેવી રીતે પામ્યા, તે સંબંધી પ્રશ્ન કરવા લાગી. મહાબળ-વલ્લભા ! પૂર્વે અગ્નિના કુંડમાં જે ગી પડીને મરણ પામ્યા હતા, જે મારા પરિચયવાળ હતું, તે મરણ પામીને વ્યંતરદેવ થયો હતે આપણું સદ્ભાગ્યથી તે આમ્રપર રહેલે હતો. છેવટની વખતનું મારું બોલવું અને શિખર પરથી પડવું તેણે સાંભળ્યું, અને દીઠું. મને તેણે તરતજ ઓળખી લીધે. - જે હું શિખર પરથી આમૃતરફ નીચે પડેછે કે, તેવો જ તે દેવે મને અધર ઝીલી લીધે, અને જણાવ્યું કે, પરોપકારી રાજકુમાર ! ભ્રયભ્રાંત ન થઈશ. પૃથ્વીસ્થાન પુરના સ્મશાનમાં ઉત્તર સાધક થઈ તે મને ઉપકાર કર્યો છે. મારા નિર્ભાગ્યપણાથી સુવર્ણ પુરુષ સિદ્ધ ન થયે, અને હું મરણ પામી અહીં વ્યંતર દેવપણે ઉત્પન્ન થયો છું. અત્યારે ઉપકારને બદલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust