________________ ( 332) યેગશાસ્ત્ર ભાષાન્તર મેટું રૂ. 0-8-0 જોઈએ. જ્ઞાન પ્રકાશરૂપ છે. સંયમ આવતાં. કર્મ રોકે છે. અને તપ આવેલ કર્મ કાઢી નાંખે છે. એક દષ્ટાંતથી તે વાત તમને સ્પષ્ટ સમજાશે. રાજમાર્ગ ઉપર અનેક બારી બારણાવાળો એક મહેલ હતો. તે બારી બારણાંથી, રસ્તાઉપર ઉછળતાં ધુળ આદિના રજકણે ઉડી ઉડી તે મહેલમાં ભરાતાં હતાં. મહેલ ઘણો સુશોભનીક હતું, છતાં આ ધુળ પ્રમુખથી ઘણે ખરાબ દેખાતો હતે. અંદર તે ગાડાં ભરાય તેટલી ધુળ ભરાઈ હતી. મહેલની આવી દુર્દશા થયાં છતાં, તેને માલીક તે ઘોરનિદ્રામાં ઘોરતે હોય તેમ સુતા પડે હતો. અર્થાત્ તેની બીલકુલ સાર સંભાળ કરે નહોતો. તેને ભાન પણ ન હતું, કે મારે સુંદર મહેલ આવી દુર્દશામાં આવી પડે છે. તે ઓરડાના એક ભાગમાં પડે રહેતે હતા. એક દિવસે તેણે એક દીપક કર્યો, તેને પ્રકાશ મહેલના મધ્યપ્રદેશમાં પડશે. તે પ્રકાશમાં તેણે મહેલમાં ભરાયેલી ધૂળ, કચરો વિગેરે દીઠાં. તે જોતાંજ તેને ઘણે ખેદ થયે. પિતાના સુંદર મહેલની આવી દુર્દશા ! તરતજ તેણે તે મેહેલ સાફ કરવા કે સુધારવા પ્રયત્ન કર્યો. દીપક મહેલના મધ્યપ્રદેશમાં લાવી મૂક્યું. તેથી મેહેલમાં. રહેલી સર્વ વસ્તુ તેના દેખવામાં આવી. પછી તરતજ મહેલમાં ધુળ ભરવાના મૂર્ણ કારણરૂપ બધા બારી, બારણું બંધ કર્યા. અને એક પાવડો લઈ ખાંપી ખાંપી તે ધુળ બહાર કાઢી નાખવા માં-જ્યારે પાવડાથી લેવાય તેવી ધુળ ન રહી ત્યારે તેણે ઝીણી સાવરણીથી ધુળ એકઠી કરી, સર્વ બાહાર કાઢી -નાખી. મેહેલ તદ્દન સાફ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust