________________ ( 364 ) સંગીત લીલાવતી નાટક 0-3-0. - પૂર્વજન્મના ડરથી આ વાતને બીજા રૂપમાં ઉલટાવી, કનકવતીએ તમને કપટથી જુદું સમાવી, મલયાસુંદરી ઉપર વિશેષ કેપ ઉત્પન્ન કરાવ્યું. ઈત્યાદી કનકવતીને સર્વ વૃત્તાંત ગુરૂશ્રીએ રાજાને જણાવ્યું. એ સાંભળી સર્વ લેકે બોલવા લાગ્યા. અહો ! તેનાઆવાં નિર્દય અને કપટતાવાળા ચિત્તને ધિક્કાર થાઓ. ધિકકાર થાઓ. એ અવસરે મહાબળ અને મલયાસુંદરીએ ગુરૂશ્રીએ પ્રથમ મેળાપની કહેલી વાત કબુલ કરી કે, ગુરૂશ્રી જેમ કહે છે તેમજ બનેલું છે. તેમાં કાંઈ સંદેહ કરવા જેવું નથી. ગુરૂશ્રીએ મહાબળના પુર્વભવ સંબંધી બીના આગળ ચલાવી. જ્યારે તે વ્યંતરીદેવીએ કુમારનું હરણ કર્યું, અર્થાત્ તે વ્યંતરી દેવીના હાથઉપર બેસી કુમાર આકાશમાગે ગયે, ત્યાં કુમારે વ્યંતરીઉપર જોરથી જે પ્રહાર કર્યો હતો. તેથી દુઃખીત થયેલી વ્યંતરી, પાછી કુમારપાસે કોઈ વખત આવી નથી. પુર્વ જન્મમાં જે સુંદર નામને ચાકર હતું. જેને, મુનિને ડામ આપવા માટે નિભાડામાંથી અગ્નિ લાવવા માટે સુંદરીએ કહ્યું હતું. તે સુંદર મરણ પામી, પૃથ્વીસ્થાનપુરની બહાર વડવૃક્ષઉપર ભૂતપણે થઈ રહ્યો હતે.. - જ્યારે મહાબળ, યોગીની પ્રેરણાથી સાર ચેરનું મૃતક લેવા માટે તે વડ પાસે આવ્યું, ત્યારે ભૂતે જ્ઞાનના બળથી મહાબળને ઓળખી કાઢયે. અને “આના પગ વડની સાથે બાંધે કે, જેમ ભૂમિપર ન અડે. તેને કાંટા વાગે છે ': વિગેરે તે પ્રિય મિત્રનાં કહેલાં વચને યાદ આવ્યાં. તેણે વિચાર કર્યો કે, સ્વામીપણાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust