________________ મલ્લીનાથનું વર્ણન 0-1-0 (૩૭પ) અનાદિકાળથી પરિભ્રમણ કરતાં અનેક પ્રકારનાં અસહ્ય દુખનો અનુભવ કરે છે. અનેકનિઓમાં (જાતિ-અથવા ઉત્પત્તિસ્થાનમાં) ઉત્પન્ન થાય છે અને વિલય થાય છે. ફરી ઉત્પન્ન થાય છે અને વિલમ થાય છે. એમ અહટ્ટ ચકની માફક આ જન્મ, મરણને અંત આવતું નથી. અંત નહિં આવવાનું કારણ, જી પિતે, પિતાને ઓળખી કે જાણી શકતા નથી. અને તેથી આ દુનિયાનાં ક્ષણીક, તુચ્છ, સ્વ૯૫, અને વિરસ પરિણામવાળાં સુખ મેળવવા માટે અનેક પ્રકારનાં પાપ કર્યા કરે છે. પણ તેમને સુખ મળતું નથી. જે મળે છે તે છેડો વખત રહી વિલય થઈ જાય છે, ચાલ્યું જાય છે, નાશ પામે છે, અને છેવટે નિરાશાજ મળે છે. - જે સુખ આવીને ચાલ્યું જાય તે તાત્વિક નજ કહેવાય. તાત્વિક સુખ તે તેજ કહેવાય છે, જેને કોઈપણ વખત નાશજ ન થાય અને કાયમ બન્યું રહે. આવું તાત્વિક સુખ આ દુનિ યાના પાંચ ઈદ્રિય સંબંધિ વિષયોમાંથી કેઈપણ વખત મળી શકવાનું જ નથી, છતાં તેને માટે અહોનિશ તેમાં જ પ્રયત્ન કરો તે ખરેખર અજ્ઞતા કે મૂર્ખતા જ છે. - ".. ખરું સુખ પોતાના આત્મા સિવાય કોઈપણ સ્થળે છેજ નહિં. તે સુખ માટે બહાર પ્રયત્ન નહિ કરતાં, પોતાના સ્વભાવમાં આવવું જોઈએ. અને અંતરમાં ઉછળતા વિષય, લોભ, તૃષ્ણા વિગેરેના કલેને ને શાંત કરવાં જોઈએ. તે શાંત થયા સિવાય આત્મશોધનને (આત્મવિશુદ્ધિ કરવાને) પ્રયાસ નિરર્થક છે. ધારો કે, એક પાણીનો ભરેલે વિશાળ કુંડ છે, અને તેને તળીએ એક અમૂલ્ય રત્ન પડ્યું છે, છતાં પાણી ઘણું ઓછું છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust