________________ સેલ્ફ વાછત્ર ગાઈડ 1-4-0 (ર૮૭) આ અવસરે રાજસભામાં રાજાની પાસેજ મલયાસુંદરી બેઠેલી હતી. તેને જોતાં જ સાર્થવાહને ઘણે ભય લાગે, કેમકે તેણે મલયાસુંદરીને કદર્થના કરવામાં કાંઈ કચાશ રાખી ન હતી. ભયથી વ્યાકુળ થયેલ સાર્થવાહ કેઈ કાર્યના મિષથી તત્કાળ સભામાંથી બહાર નીકળી ઘેર આવ્યું. ઘેર આવી વિચાર કરવા લાગ્યા કે, અરે ! આ સુંદરી દ્વીપાંતરમાંથી અહીં કેવી રીતે આવી ? અને રાજાની સ્ત્રીપણે કેવી રીતે સંબંધ પામી ? મેં આ સ્ત્રીને કદથના કરી જે જે દુઃખ આપ્યાં છે. તે સર્વ વાત જે આ સ્ત્રી રાજાને કહેશે તે, રાજા મને જીવથી મારી નાખશે. હવે મારે શું ઉપાય કરે વગેરે વિચારમાં સાર્થવાહ દુઃખી થઈ રહી છે. મલયાસુંદરી પુત્રવિયોગે અત્યંત દુઃખણું થઈ રહી હતી અને તેથી આવા સુખમાં પણ બળસાર્થવાહને વિસરી જાય તેમ નહોતી જ. બળસાર બહાર ગયો કે તરતજ મહાબળને તેણીએ જણાવ્યું કે, સ્વામિનાથ ! આજ બલસાર્થવાહે મને અત્યંત દુઃખ આપ્યું હતું અને પુત્રને લીધે છે. મલયાસુંદરીનાં વચન સાંભળતાંજ, રાજાને પગથી તે મસ્તકપર્વત કેલથી વાળા વ્યાપી ગઈ. દુષ્ટ સાર્થવાહે મારી સ્ત્રીને વગર પ્રયોજને આવી રીતે કાદર્થના કરી. અરે સુભટો ! જુવે છે શું? બલસાર્થવાહને કુટુંબ સહિત બાંધીને અહીં લાવે અને તેને સર્વમાલ જપ્ત કરી મુદ્રિત કરે - રાજાને હુકમ થતાંજ સાર્થવાહને કુટુંબ સહિત પકડવામાં આવ્યું. અને તેનો સર્વ માલ જપ્ત કર્યો. રાજાએ, સાર્થવાહને તેને ગુને જણાવી કુટુંબ સહિત કેદ કર્યો. સાર્થવાહ વિચારવા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust