________________ સુબેધ કપલતાં 0-12-0 (33) પ્રકરણ પર મું. આ જગતુ શું છે. - ----- -- જડ અને ચેતન્ય યા જીવ અને અજીવ, આ બે વસ્તુ જગતમાં ભરેલી છે. અથવા આ બે વસ્તુ તેજ જગત્ છે. આ બેથી જગતું કેઈપણ પ્રકારે જુદું પડી શકે તેમ નથી. વિચારવા ને આ બે વસ્તુજ સર્વત્ર જુદા જુદા રૂપે, જુદી જુદી આકૃતિઓ, કે જુદા જુદા પર્યાયે, વિસ્તાર પામેલી દેવામાં આવશે. અજીવ વસ્તુ રૂપી અને અરૂપી, એમ બે ભાગમાં વેહેચાયેલી છે. છે જેમાં રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ હોય તે રૂપી. અને જેમાં તે માંહીલું કાંઈ પણ ન હોય તે અરૂપી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, અને કાળ એ ચાર અરૂપી છે. તેમાં રૂપ, રસ, ગંધ, કે સ્પર્શ, તે માંહીલું કાંઈપણ ન હોવાથી સામાન્ય મનુષ્ય ચર્મચક્ષુથી તેને જોઈ શકતા નથી. પૂર્ણ જ્ઞાની, યોગીઓ, આત્મચક્ષુથી તેને જોઈ શકે છે. સામાન્ય મનુષ્ય તેના કાર્યથી તેને જાણી શકે છે. ચાલવામાં આપ સર્વને ધર્માસ્તિકાયની મદદની જરૂર પડે છે. જેમ માછલાંઓમાં ચાલવાનું સામર્થ્ય છે તથાપી પાણી ની મદદ સિવાય તે નજ ચાલી શકે. તેવી રીતે ધર્માસ્તિકાયની મદદ હોય તો જ આપણે ચાલી શકીએ. આ ચાલવારૂપ કાર્યથી અનુભવાતે ધર્માસ્તિકાય, એક સામાન્ય મનુને ચર્મચક્ષુથી . ન જાણી શકાય છે અરૂપી અંજીવ પદાર્થ છે. એમ સામાન્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust