________________ ( 20 ) દીલીદરબાર (ચીત્ર સહીત ) 1-0-0 સિદ્ધરાજ કોણ છે ? અને તેણે બલસારને શા માટે કેદ કર્યો છે? આ બાબતથી તે બને રાજા અજાણ છે. તેમજ આ સિદ્ધરાજ કોણ છે, અને મલયાસુંદરીને વરધવળ સાથે શું સંબંધ છે તે વિષે બલસાર પણ અજાણું છે. આમ હોવાથી ત્રણે જણાએ અજાણપણાથી એક મેટુ સાહસ કર્યું છે. પણ એ ઠેકાણે તેઓને શે દોષ ? વિષયવાસનાજ તેવી છે. લોભને તે થેભજ નથી. ભાવી પણ તેવુંજ. એ નિમિત્તજ આ સર્વને મેળાપ થવાને છે. આ પ્રમાણે વેર વાળવાને અને લેભ સમુદ્રને પુરવાને વિચાર કરી, અસંખ્ય દળ સાથે, બન્ને રાજાએ સિદ્ધરાજ પર ચડાઈ કરી. સૈન્યભારથી કાયર પુરૂષના હદયની માફક પૃથ્વીને કંપાવતા, બને રાજાઓ સાગરતિલક શેહેરની નજીકમાં આવી પહોંચ્યા. પ્રકરણ 47 મું. દુતખેષણ શેહેરની નજીકમાં ઉંચી ટેકરીઓ વિગેરેની સગવડતાવાળી જમીન ઉપર સૈન્યનો પડાવ નાખે. *. આવું મોટું સૈન્ય પિતાના રાજ્યપર ચડી આવ્યું છે, છતાં આ રાજા નિર્ભય કેમ જણાય છે ? યુદ્ધ વગેરેની સામગ્રી કેમ તૈયાર કરતે નથી ? વિગેરે વિતર્કો કરતા, અને રાજાઓએ દૂતને શિક્ષા આપી સિદ્ધરાજ પાસે મોકલે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust