________________ નિ ત પણ - () તરફ વિશેષ છે. રાજાની નિચ વૃત્તિથી, તેના તરફની પ્રજાની પ્રીતિ ઉઠતી જાય છે. અને મારી સાહસથી તે પ્રીતી મારા તરફ ઢળતી આવે છે. આ પણ એક મારા વિજયની નિશાની છે. ઈત્યાદિ વિચાર કરી, સાહસ ધરી, મહાબળે જણાવ્યું મત્રી આ રાજાનું કાર્ય હું કરી આપીશ. પણું વારંવાર તમારા વચનોને ફેરવતાં, હવેથી તમે અવશ્ય વિચાર કરશે. નહિતર આનું પરિણામ વિચારવા જેવુંજ આવશે. આ પ્રમાણે પ્રધાનને તથા રાજાને જણાવી મહાબળ તરતજ બાસનથી ઉભો થયો. પ્રકરણ 43 મું. ' છિન્નતંકને શિખરપર. સાહસથી ગમે તેવાં કાર્યો સિદ્ધ થાય છે. સાહસમાં પ્રક બળ પ્રયત્ન છે. સાહસમાં ઉત્સાહ છે. સાહસમાં વીર્ય છે. સાહસિકોને ચારે બાજુથી મદદ મળે છે. સાહસિકોનો અનેક મમુખ્ય આશ્રય કરે છે. ટૂંકમાં કહીએ તે સાહસમાં સર્વ સિદ્ધિ છે. દુઃખના પુરથી દયિતાના નેત્રમાંથી અશ્રુધાર પડવા છતાં, મહાબળ છિન્નક નામના પહાડ સંમુખ ચાલવા લાગ્યા. “સાહસિકે સ્વાર્થ સાધવામાં વિલંબ કરતા નથી. આ વેળાએ પણ મહાબળની પછાડી,સંખ્યાબંધ મનુષ્ય પહાડ તરફ જતાં જણાતાં હતાં. ખરેખર “સ્વામિના પ્રેમ કરતાં પણ ગુણાનુરાગનો પ્રેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust