________________ (૨૩ર) જીવતાં જનાવરે બહારથી લાવવાને 0-20 રાખી તેનું પાલન કરૂં. * બીજી તરફ વિચાર કરતાં, અહીં મને ભયનું મોટું કારણ છે. આ કંદર્પરાજા મારા પિતા તથા મારા સસરાને વૈરી રાજા છે. તેની આગળ મારે ઘણું ગુપ્ત રહેવાનું છે. મારૂં જરા પણ વૃત્તાંત તેને જણાવવું તે મારા લાભમાં મોટું નુકસાનકર્તા છે. મારા કુલવંશાદિકની તેને ખબર પડવાથી તે મને હેરાન કરશે, બળાત્કારથી શીયળ ખંડન કરશે, અને પુત્રને પણ મારી નાખશે. માટે આની આગળ મન રહેવું તે વધારે ઉચિત છે, ઈત્યાદિ વિચાર કરી, ઉડે નિઃશ્વાસ મૂકી મલયાસુંદરીએ જણાવ્યું. ' - રાજન ! આ નિર્ભાગ્ય મનુષ્યનું વૃત્તાંત સાંભળવાની તમને કાંઈ પણ જરૂર નથી, તેમ લાભદાયક પણું નથી. હું પરદેશની રહેનારી, પુણ્યના નાશથી દુઃખી થઈ રરની માફક દુખમાં રોળાઉં છું ! દુઃખ અને દયાની લાગણી ઉત્પન કરે તેવાં મલયાસુંદરીનાં - વચન સાંભળી, સેવકએ રાજાને જણાવ્યું કે, મહારાજા ! આ સ્ત્રી દુઃખના ભારથી અત્યારે દુઃખી થઈ રહી છે. અને ઇષ્ટ મનુષ્યના સંગથી ભ્રષ્ટ થયેલી જણાય છે, માટે તે બીલકુલ બોલી શકતી નથી. તે અત્યારે આ સ્ત્રીને આપે કાંઈ પણ ન પુછવું, પણ અનુકંપા કરવા લાયક આ સ્ત્રી ઉપર કેઈ પણ જાતને ઉપકાર કરે તે જ એગ્ય છે. :: રાજા–ભદ્રે ! તું અત્યારે અત્યંત દુઃખમાં છે તેમજ બેલી પણ શકતી નથી, તથાપિ તારું નામ કડી ...પિ. :: મલયાસુંદરીએ મંદ સ્વરે ઉત્તર આયે, મારું નામ મલયાસુંદરી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust