________________ (50) નાદારી વગર ટીકાને -4-0. વિસ્મય થયો. તે વિચારવા લાગ્યો કે, આ પુરૂષ તેને કોઈ પ્રિયસંબંધી જણાય છે. મલયાસુંદરી તેની સાથે વાર્તાલાપ કરી રહી છે. તેમજ તેનું સ્વાભાવિક સ્વરૂપ અહીં પ્રગટ થયું જણાય છે. અહા ! શું આ પુરુષનું અદભૂત રૂપ છે ! તેનું સૌભાગ્ય ! તેનું ચિવન ! આ બન્નેને સંગ પણ ગ્ય જ છે. વિધિપણ ખરેખર વિદ્વાન જ છે કે, આ બન્નેને અનુકુળ સંયોગ મેળવી આપે છે. સ્વર્ગ માં રહેલ દેવ દેવીની માફક, કે રતિ અને કામની માફક આ ડું શોભે છે. આ લોકમાં પણ આ બન્નેને જન્મ સફળ છે. વિગેરે વિચાર કરતાં તે કંદર્પલ કંદર્પ રાજાએ, કુવામાં રહેલાં દંપતીને જણાવ્યું કે, " હું તમને અભય આપું છું. તમે બન્ને જણ કુવામાંથી બહાર આવે, આ રજજુ સાથે બાંધેલી માચીઓ કુવામાં મૂકવામાં આવે છે. તેના ઉપર તમે ચઢી બેસો. એટલે હું તમને બહાર કઢાવું છું.” મલયાસુંદરીએ મહાબળને જણાવ્યું. પ્રિય ! આજ કંદપરાજા વિષયાંધ થઈ, મારે પગલે પગલે અહીં આવ્યા જણાય છે. આ કામાંધરાજાએ મને ઘણું દિવસ સુધી કર્થના કરી દુ:ખ આપ્યું છે. મને મોટો ભય રહે છે કે, તે મારા૫ર આસકત હોવાથી અને મારી નાખશે. મહાબળ–કાંતા ! જે આ કુવામાંથી કઈ પણ પ્રકારે હું બહાર નીકળીશ તે પછી તેને ઘાટ ઘડવાના સર્વ ઉપાયે શોધી કાઢીશ, અને પછી નિર્ભય થઈ આપણે સ્વદેશ જઈશું; માટે ભય નહિ કર. એક માચી પર તું ચઢી બેસ, અને બીજી પર હું ચઢી બેસું છું. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust