________________ (24) 52 રાજ્યની આશામીઓને 0-2-6 એક વખત રાત્રિએ સવે પહેરેદારોને નિદ્રામાં પડેલા તેણે દીઠા. આ અવસર જોઈ કેઈ ન જાણે તેવી રીતે તે ત્યાંથી નીકળી નગરની બહાર આવી. સ્ત્રી જાતિ હેવાથી, તેમ જ અનુભવ અને ધર્મના અભાવે ત્યાંથી દૂર નાશી છુટવાની તેની હિમ્મત ન ચાલી. આ દુખમાંથી છુટવા માટે છેલ્લે ઉપાય મરણને જ શરણ થવું, એમ નિર્ણય કરી તે એક જણ ઘરની ભીત પાસે જઈ ઉભી રહી. મરવાથી કે આપઘાત કરવાથી કઈ પણ વખત દુઃખને નાશ થતો નથી. પણ ઉલટું આર્ત કે વૈદ્ર ધ્યાન થવાથી વિશેષ પ્રકારે કમ બંધ થાય છે. અને તેથી ભવિષ્યમાં તે દુઃખમાં વધારો થતો રહે છે, કમબંધનાં કારણને જાણનાર વિવેકી મલયાસુંદરીએ મરવાને વિચાર કરતાં ઘણી મોટી ભૂલ કરી છે. પણ ખરી વાત છે કે જ્યારે મનુષ્ય અનેક પ્રકારની મહાન વિપત્તિમાં આવી પડે છે, ત્યારે વિવેક કે વિચારણા ગુમ થઈ જાય છે, ભાન ભૂલાઈ જાય છે, અને તેથી જ આ વિવેકી મલયાસુંદરીએ દુઃખથી ક’ટાળી મરણને શરણ થવું એગ્ય ધાર્યું હશે. આવા મહાન દુખમાં કે ગાદી ઉપદ્રમાં મનુષ્ય આત્મભાન ભૂલી જાય છે. તેનું કારણ એમ જણાય છે કે, તેમનો ધર્મ અભ્યાસ, વિવેક વૈરાગ્ય એ લાંબા વખતને દઢતાવાળો હેતું નથી, જે લાંબા વખતને અનુભવ અને તે પણ દઢતા પામેલ હોય તે ગમે તેવી આફતમાં. પણ તે પિતાનું ભાન કે કર્તવ્ય ભૂલી જતો નથી. આ માટેજ જ્ઞાની પુરે પોકાર કરી આપણને ચેતાવે છે કે, P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust