________________ * ધેળપદ સંગ્રહ 0-4- (105). કુમારી એ હાર મહાબળને સેંગ્યા છે. કનકવતીનું કહેવું અસત્ય નથી. મારી પાસે હાર નથી. એકઠા મળેલા અનેક દુષ્ટ રાજ- ' કુમાર પાસે તે પાપિ મને મારી નખાવશે. આ દુખ કુંવરી આપણને પ્રાણથી પણ વહાલી હતી. જેને માટે મહાન ખર્ચથી સ્વયંવર મંડપની તૈયારી કરી છે. પુત્રીને બાને તે આપણી વેરણ નીકળી. ખરેખર રાગી થયેલી સ્ત્રી જીવિતવ્ય આપે છે અને વિરકત થયેલી સ્ત્રી જીવથી મારે છે, મિત્રને શત્રુ કરે છે, અને શત્રુને પણ બનાવે છે. માટે હે પ્રિયા ! મારો એવો વિચાર થાય છે કે, જ્યાં સુધી તે દુષ્ટ વૈરી કુમાર આવી નથી પહોંચ્યા, ત્યાંસુધીમાં આ છોકરીને સુખે નાશ કરી શકાશે " ઈત્યાદી અનેક વિચારો કરતાં, રાણી સાથે રાજાએ દુખે રાત્રિ પસાર કરી. પ્રાતકાળ થતાંજ કેટવાળને બોલાવી રાજાએ આદેશ આવ્યો કે, અરે દંડ પાશિક ! મારી પાપિષ્ટ કુમારી મલયાસુંદરીને અહીંથી દૂર લઈ જઈ, તારે જીવથી મારી નાંખવી. આના સંબંધમાં તારે બીલકુલ વિચાર કરવો નહી તેમજ પૂછવું પણ નહિ. આ વૃત્તાંતની ખબર પડતાંજ બુદ્ધિનિધાન સુબુદ્ધિપ્રધાન રાજા પાસે આવ્યે. અત્યારે રાજાને ક્રોધ શરીરમાં સમાતો ન હેતે, પણ શરીરથી બહાર આવ્યું હતું. કેધથી ધમધમતા - રાજાને જોઈ નજીક આવી પ્રધાને નમસ્કાર કરી જણાવ્યું. મહારાજા ! આવું અસંમજશ અને દારૂણ કાર્ય શામાટે આદર્યું છે? શું હમણાં મલયાસુંદરી આપની પુત્રી નથી? આપને સ્નેહ તેના ઉપરથી શું ચાલ્યા ગયે ? કન્યાએ કાંઈ મહાન 'અપરાધ કર્યો છે? મહારાજા ! જે કાર્ય કરવું તે બહુ વિચાર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust