________________ ( 202 ) ઇર્નકમટેક્ષ એ 0-4-01 રાજાએ મોકલાવેલ હથીઆરબંધ કેટલાક સુભટે મને મારવા માટે આવે છે. રાજાની આજ્ઞા સિવાય હું તારી પાસે રાત્રે રહી છું તેથી રાજા કોપાયમાન થયું હોય એમ મને જણાય છે. હું ધારું છું કે રાજપુરૂષ મને અવશ્ય મારી નાખશે. માટે તું મને કઈ એવા સ્થળે છુપાવ કે તેઓ મને બીલકુલ નજાણી શકે. દયાની લાગણીથી, તેના કપટને નહિ જાણનારી મલયાસુંદરીએ તેવાજ વેશમાં કનકવતીને એક મંજુષામાં છુપાવી અને બહારથી તાળું વાસી દીધું. તેટલામાં હાથમાં ખુલ્લાં ખગોને ધારણ કરતા રાજપુરૂષ ત્યાં આવી પહોચ્યા, - મલયાસુંદરીનું સ્વાભાવિક રૂપ જોઈ તેઓ બોલવા લાગ્યા. કે, અરે ! આપણા ભયથી આણે રાક્ષસીના રૂપનો ત્યાગ કરી દીધું છે હો. પણ આપણે કયાં તેને છેડીએ તેમ છીએ; તરતજ આક્રોશ કરતા મલયાસુંદરીને કહેવા લાગ્યા, “અરે પાપિણી ! હજી સુધી તું કેટલાક મનુષ્યોને સંહાર કરીશ. ? સુભટ જુવે છે શું ? પકડી બાંધે આને. આ પ્રમાણે કહેતાં જ તે રાજપુરૂષોએ મલયાસુંદરીને પકડી મજબુત રીતે બાંધી લીધી અને મહેલની બહાર કાઢી. રાજાએ રથ મહેલ નીચે તૈયાર રખા હત; તેમાં મલયાસુંદરીને બેસારી, ત્યાંથી તે રથ વાયુની માફક અટવી તરફ ચલાવ્યો. આ અકસ્માત્ બનાવથી મલયાસુંદરી તે સ્તબ્ધજ થઈ ગઈ કે આ શું? આ રાજપુરૂષ મારો આટલે બધો તિરસ્કાર. શા માટે કરે છે ? મને તેઓ કઈ સ્થળે મારવા, કે ત્યાગ કરવા લઈ જાય છે. એમ તેમનાં કરંપરથી જણાય છે. અરે ! મારી સન્મુખ કેઈ નજર પણ ન કરી શકે, તેને બદલે આવે જુલમ ! આમ કરવાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust