________________ ( 206 ) તુરગ બાબતને એકટ 2-4-0 આટલી ટુક મુદતમાં પલીપતિ સ્વાધીન થયેલા જાણી રાજા ઘણે ખુશી થયે. તેણે કુમારની ઘણી પ્રશંસા કરી.' મહાબળ, રાજાની આજ્ઞા લઈ, મલયાસુંદરીને મળવા માટે પોતાના મહેલ તરફ જવાને તૈયાર થયેલ કે, તરત જ તેને હાથ પક, એકાંતમાં લઈ જઈ રાજાએ, મલયાસુંદરી રાક્ષસી હતી, વિગેરે સાથે બીનાથી તેને વાકેફ કર્યો, અને તેને વધ કરવા માટે પોતે કરેલી બહાદુરી સવિશેષ જણાવી. રાજાના મુખથી આ વૃત્તાંત સાંભળતાંજ, દીર્ઘ નિઃશ્વાસ મૂક્ત, હાથથી હાથને ઘસતે, મુખથી સિત્કાર કરતા, મહાબળ ગદગદિત કંઠે બે . હા ! હા ! પિતાજી તમે મટે અનર્થ કર્યો. તેના પ્રાણ લેતાં સાથે મારા પણ પ્રાણ લીધા છે. મને અને પુત્રવધુને શત્રુથી પણ વિશેષ અસહ્ય દંડ અને અન્યાય આપે છે. મલયાસુંદરી રાક્ષસી હતી " આ ભ્રમણ આપને કયાંથી થઈ ? આટલી બધી વિચાર બહિર્મુખતા, આટલે બધે ધાતેનો વિપર્યાસ, આપની દીર્ઘવિચારદ્રષ્ટિ કયાં ગઈ ? આપને તેનામાં દોષ માલમ પડયે તથાપિ મારા આવવા પર્યત ધીરજ તે રાખવી હતીને. જે તે છિન્નનાસા સ્ત્રી (કનકવતી ) કુડ કપટની ભરેલી છે. તેનું મહાગ્ય હુ મુળથી જાણું છું. મને તેને લાંબા વખતને પરિચય છે. તેનાં વચનથી ખરેખર આપ ઠગાયા છે. તેના વચને મુજબ આપે વર્તન કર્યું છે તેનું પરિણામ અવશ્ય વિપરીત જ આવશે. . . ! Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.