________________ તાલુકારી શકાવાળો 1-0-0, ( 209 ) દીર્ઘદર્દીની દીર્ઘદર્શીતાને, અને વિચારવાની વિચારતાને નિર્ણય થાય છે. આવાં કાયને કાંઈક લાંબી મુદત પર્યંત લંબાવીને પછી તેનો નિવેડો કે નિશ્ચય કરવામાં આવે તો અવશ્ય તેનું સારું પરિણામ આવવા સંભવ રહે છે. રાજા-અત્યારે ભલે ગમે તેટલે પશ્ચાત્તાપ કરે, પણ તે મલયાસુંદરી હવે પાછી આવે તેમ છે ? કાર્ય વિનિષ્ટ થયા પછી તેને પાત્તાપ તે કાર્ય માટે નિરૂપયોગી છે. ભવિષ્યનાં નવાં જોખમો માટે તો આ પશ્ચિાત્તાપની ઉંડી અસર કદાચ ઉપયેગી નિવડે છે. ' - રાજાનો પશ્ચાત્તાપ અને ગુસ્સે હદ પારનાં હતાં. તેથી કનકવતીને તે તરતજ હદપાર કરવામાં આવી. પણ તેથી કાંઈ મહાબળના વિયેગી આત્માને તે શાંતિ નજ મળી. આસન્નપ્રસવા, અને નિર્દોષ વલલભાના આવા અનિષ્ટ ભવિષ્યથી, મહાબળના શોકનો કે દુઃખનો પાર ન રહ્યો. તેનું હૃદય પરાધીન થયું. બોલવું બંધ કર્યું. ભજનનો ત્યાગ કર્યો. મન મુંઝાવા લાગ્યું, હદય ગુરવા લાગ્યું, શરીર ક્રિયા કરતું અટકી ગયું. નેત્ર અશ્રુધાર વરસાવવા લાગ્યું. દિશાએ શુન્ય જણાવા લાગી. ટૂંકમાં કહીએ તે ધ્યાનારૂઢ થયેલે ચોગી જેમ લય દશા પામે છે, તેમ વલ્લભાના ધ્યાનમાં તે લીન થઈ ગયે. છેવટે તેના વિશે મરવા માટે તૈયાર થયે. અહા ! સ્નેહ દશા કઈ જુદીજ દશા છે. મોહ, મનુષ્યના આંતર ચક્ષુઓ આગળ કઈ અનિર્વચનીય પડદો નાખે છે કે, તે દૂર કરે અશકય થઈ પડે છે.. મરવાને ઉત્સુક થયેલા કુમારને દેખી, રાજા, રાણી પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust