________________ સ. દસ્તાવેજો તથા ખબરબહારનપાડવા બાબતને એકટ-૨-( 198). જવાનું નાનું કાઢી, ત્યાંથી નીકળીને પરભારી રાજા સુરપાળની પાસે આવી. રાજાને એકાંતમાં બોલાવી તેણે જણાવ્યું. મહારાજા માગપર આપની જે પૂર્ણ કૃપા હોય તે જ હું આપના હિતની એક વાત આપને કહેવાને ઇચ્છું છું. - રાજા-હું તને અભય વનચ આપું છું. ગમે તેવી ગુપ્ત વાત હોય તે પણ તું મને કહી અ૫. તે સંબંધમાં તને કઈ પણ તરફથી ભય હશે તો હું તારું રક્ષણ કરીશ યા કરાવીશ. કનકવતી-મહારાજા ! આપ જાણતા જ હશો કે આપના શહેરમાં કેટલાક દિવસથી મરકીને રેગ ચાલી રહ્યા છે. આ ઉપદ્રવ કઈ રાક્ષસીને કરેલ છે. સાક્ષાત રાક્ષસી ભલે અહીં નહિ આવતી હોય છતાં પણ રાક્ષસીના જેવા ટુચકા કરવાથી : (ચેન–ચાળા-આકૃતિ વિગેરે કરવાથી ) રેગની ઉત્પત્તિ કે વૃદ્ધિ થઈ શકે છે. તે તેમ કરનારને રાક્ષસી કહીએ તે કહી શકાય છે. આવી આ શહેરમાં કોઈ પણ ક્રિયા કરનાર રાક્ષસી હોય તેને તમારી પુત્રવધુ મલયાસુંદરી છે. મારા વચનપર બાપને વિશ્વાસ ન આવતું હોય તે રાત્રિએ દૂર ઉભા રહી આ વાતની ખાત્રી કરશો. મલયાસુંદરી રાત્રિએ રાક્ષસીના રૂપમાં ( વેશમાં ) ઘરના આંગણામાં ( અગાસીમાં) ભમે છે. કુદકા મારતી ચારે દિશા તરફ જુવે છે, અને મંદ, મદપણે પણ ભયંકર પુકારા મૂકે છે. તેથી તમારા શહેરમાં ( મરકી ) વિશેષ પ્રકારે ઉછળે છે. જે આપ, રાત્રિએજ તેને પકડશે તે મહાન ઉપદ્રવ કરશે. માટે પ્રભાતે સુભટો પાસે પકડાવી તેને નિગ્રહ કરાવે. આ પ્રમાણે રાજાને ભંભેરી, કનકવતી માન ધ સે ઉભી રહી છે . * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust